વર્ષોથી બ્રિટન ખાતે રહેતા પુરુષ છેલ્લા કેટલા સમયથી વડોદરા ખાતે રહેવા માટે આવ્યા હતા. બે દિવસ પૂર્વે રાત્રી દરમિયાન કામ અર્થે એકટીવા પર જઈ રહ્યા હતા તે દરમિયાન અન્ય વાહન ચાલકે તેમની સાથે અકસ્માત સર્જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. તેના કારણે તેઓને સારવાર અર્થે થયા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બ્રિટન થી પરત આવેલા પટેલ જયેશભાઈ ના પત્ની અને બાળકો હાલ બ્રિટનમાં જ રહેતા હતા જ્યારે પોતે એકલા વડોદરા ખાતે રહેવા માટે આવ્યા હતા. તેઓ હાલ માંજલપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા.ગત તા. 26 એપ્રિલ ના રોજ રાત્રિના 11:00 વાગે તેઓ કામ અર્થે પોતાની એકટીવા પર સવાર થઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની સાથે એક્સિડન્ટ કરીને તેમને ગંભીર રીતે ઇજાગ્રત કરતા તેઓને સારવાર અર્થે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજતા તેમના ભાઈ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાયદેસરના પગલાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
