Vadodara

બોર્ડ પરીક્ષા નજીક, વડોદરા ભાજપે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન યોજના શરૂ કરી

ધોરણ 10–12ના 30 હજાર વિદ્યાર્થીઓ માટે વડોદરા ભાજપનો ‘માસ્ટર પ્લાન’
હવે રિઝલ્ટ સુધરશે, પરીક્ષાનો ડર અને ટેન્શન ઘટશે
બોર્ડના વિદ્યાર્થીઓ માટે ‘સંકટ સમયની સાંકળ’ – એક્સપર્ટ ટીમ આપશે ફ્રી માર્ગદર્શન અને મોટિવેશન

(પ્રતિનિધિ) વડોદરા, તા. 11
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના શિક્ષણ સેલ દ્વારા એક સરાહનીય અને ઉપયોગી પહેલ હાથ ધરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ અભિયાનથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા તથા માનસિક તણાવ ઘટાડવા માટે વિષય નિષ્ણાતો અને કાઉન્સિલરોની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. વડોદરા શહેરના અંદાજે 30,000 જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં બેસવાના છે. પરીક્ષાના બાકી રહેલા લગભગ 15 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ અસરકારક રિવિઝન કરી શકે અને મહત્તમ ગુણ પ્રાપ્ત કરી શકે તે હેતુથી અનુભવી શિક્ષકો અને કાઉન્સિલરો દરરોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી નિ:શુલ્ક માર્ગદર્શન અને માર્ગદર્શન સત્રો યોજશે.

આ ટીમનો મુખ્ય ઉદ્દેશ માત્ર વિષયલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કરવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓને સામાજિક અને માનસિક તણાવમાંથી બહાર કાઢી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની માનસિકતા વિકસાવવાનો છે. “પરીક્ષા એ જીવનનો અંતિમ પડાવ નથી, પરંતુ કારકિર્દીનું પ્રથમ સોપાન છે” એવા સૂત્ર સાથે ભાજપ શિક્ષણ સેલ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને સાર્થક કરી શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે કાર્યરત બન્યું છે.

કાઉન્સિલ ટીમની વિગત
• પરેશભાઈ શાહ – અંબે સ્કૂલ (ભૂતપૂર્વ આચાર્ય) – 9227104896
• ડૉ. નિતેશભાઈ ઠાકર – રાજ્યપાલ એવોર્ડ વિજેતા શિક્ષક – 9601684010
• ડૉ. જતીનભાઈ પટેલ – (સાયકોલોજીમાં PHD, એમ.એસ. યુનિવર્સિટી) – 9925114997
• નીતાબેન સંઘવી – બ્રાઇટ સ્કૂલ (ભૂતપૂર્વ આચાર્ય) – 8320576754
• ડૉ. દીપલબેન ડી. પટેલ – ડાયરેક્ટર, ઇનસાઈડ પારુલ યુનિવર્સિટી – 9033066865
વિષય નિષ્ણાત ટીમની વિગત
• ધર્મેન્દ્રભાઈ કે. જોષી – ફિઝિક્સ – 9428761642
• સ્નેહલભાઈ શાહ – કેમિસ્ટ્રી – 9662015478
• રામચંદ્ર એમ. ચૌધરી – ગણિત – 7990994450
• વ્રજભાઈ શાહ – બાયોલોજી – 9316201649

Most Popular

To Top