બોડેલીના જબુગામ પાસે મેરીયા નદીના બ્રિજના રોડ પર મોટા મોટા પડેલા ખાડાને લઈને વાહન ચાલકો ને જોખમ સિવાય રહ્યું છે આ બ્રિજની આવરદા પણ પૂરી થઈ ગઈ હોય તેમ જાણવા મળી રહ્યું છે
બોડેલી છોટાઉદેપુર હાઇવે પર બોડેલી ના સીમરીયા પાસે આવેલ મેરીયા બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે ખાસ કરીને એની પેરાફીટ પણ તિરાડો જોવા મળી રહી છે અને રોડની વચ્ચેવચ ખાડા હોય તેમ જોવા મળી રહ્યું છે આ મેરીયા નદીના બ્રિજની આવરદા પણ પૂરી થઈ ગઈ હોય તેમ જાણવા મળી રહ્યું છે બ્રીજના રોડ પર પણ ખાડા અને પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે ત્યારે આ રોડ પરથી રોજ ના હજારો વાહનો પસાર થાય છે ખાસ કરીને રેતી ભરેલી અને રેતી ભરવા જઈ રહેલી અને ડોલોમાઈટ પથ્થર ભરેલી ટ્રકો પસાર થતી હોય છે અને મધ્યપ્રદેશ જવા માટે પણ આ જ રસ્તા પરથી અને આ જ મેરીયા નદીના બ્રિજ પરથી જવાતું હોય છે ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો માં જોખમ જોવા મળી રહ્યું છે ખાસ કરીને અહીંથી પસાર થતા વાહન ચાલકો જણાવી રહ્યા છે કે વહેલી તકે બ્રિજ ના રોડ ના ખાડા પૂરવામાં આવે અને રીપેરીંગ કરવામાં આવે કાતો એને નવો બનાવવામાં આવે તેમ અહીંથી પસાર થતા વાહન ચાલકો જણાવી રહ્યા છે