Bodeli

બોડેલી નગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં રાજકીય હલચલ: ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ

નવેસર રચાયેલા વોર્ડોમાં પ્રથમ ચૂંટણીને લઈ મતદારોમાં ઉત્સાહ
ત્રિપક્ષીય જંગની શક્યતા વચ્ચે મેન્ડેટ જાહેર થતાં પંથકમાં ચર્ચાનો માહોલ

પ્રતિનિધિ, બોડેલી
ટૂંક સમય અગાઉ નવેસર રચાયેલી બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલી નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે ઉમેદવારોની મેન્ડેટ યાદી જાહેર કરવામાં આવતા સમગ્ર બોડેલી પંથકમાં રાજકીય હલચલ મચી ગઈ છે.

નગરપાલિકાના નવા વોર્ડોની રચના બાદ યોજાનારી આ પ્રથમ ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કેટલાક આગેવાનોના નામ કપાતા અને નવા ચહેરાઓને સ્થાન મળતા કાર્યકરોમાં ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.


આ વખતે બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિપક્ષીય જંગ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમેદવારોની યાદી જાહેર થતાં હવે વિવિધ પક્ષો દ્વારા ચૂંટણી તૈયારી વધુ તેજ બનાવવામાં આવી રહી છે.

રિપોર્ટર: ઝહીર સૈયદ

Most Popular

To Top