Chhotaudepur

બોડેલી તાલુકામાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી ઈદ મનાવવામાં આવી

બોડેલી:

બોડેલી તાલુકામાં પવિત્ર રમજાન મહિનો પૂરો થતા ઈદઉલ ફિત્ર નીનમાઝ અદા કરી ઈદ મનાવવામાં આવી હતી.

બોડેલી તાલુકામા પવિત્ર સમજાન મહિનાના 29 રોજા પૂર્ણ થતા સવ્વાલ મહિનાનો ચાંદ દેખાતાં ઈદ મનાવવા માટે ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું. જેને લઈ સમગ્ર મુસ્લીમ સમાજ ધ્વારા ભાઇચારાના માહોલમા ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
બોડેલી તાલુકા ના જબુગામ ખાતે પણ વહેલી સવાર થી જ મુસ્લીમ સમાજના લોકો ધ્વારા ઈદના તહેવારની તૈયારીઓ શરુ કરી દેવાઇ હતી. જબુગામ ઉંમર શહીદ બાવાના દરગાહ મેદાન ખાતે સવારે 9 વાગે મુસ્લીમ બિરાદારોએ ઈદની ખાસ નમાજ અદા કરી હતી
જે બાદ મા તમામ મુસ્લીમોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી.
પવિત્ર રમજાન મહિનામા અલ્લાહ ની ઇબાદતમા રોજા રાખી ભુખ્યા તરસ્યા રહી ઝકાત, ખૈરાત સદકા,ફીત્રા ધ્વારા ગરીબ યતિમ, જરુરીયાતમંદોને મદદરૂપ થવું એ ઇસ્લામ ધર્મ દ્વારા શીખ આપવામાં આવે છે. જો આ વિચારધારા દરેક ક વ્યક્તિમાં હોય તો ગરીબ વર્ગને ખૂબ જ સહાય મળે એમ છે અને ગરીબ લોકોની મદદ કરવી એ ખૂબ જ પુણ્યનું કામ છે .
આમ સમગ્ર પંથક માં ઈદની નમાજ અદા કરી ઈદ મનાવવામાં આવી અને સાથે સાથે ગરીબ પ્રત્યે પણ ધ્યાન આપવામાં આવ્યું અને તેમને પણ ઈદ મનાવવા માટે મદદરૂપ થઈ ઈદ મનાવી હતી.

Most Popular

To Top