Chhotaudepur

બોડેલીમાં હાડકાયેલા કૂતરાનો આતંક, બાળકીને ગાળામાં બચકા ભર્યા


અનન્યા કોલી નામની બાળકીને લક્ષ્મી કોટન રોડ પર હાડકાયેલા કુતરાએ ગળેથી પકડી
****
એક કલાકમાં પાંચ વ્યક્તિઓને બચકા ભર્યા
****

ચાર બાળકો અને એક વૃદ્ધા હાડકાયેલા કુતરાના શિકાર બન્યા
****

બે બાળકો અને વૃદ્ધાને વડોદરા સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
****


બોડેલીમાં હાડકાયેલા કુતરા એ આતંક સર્જ્યો છે. ચાર બાળકો અને એક વૃદ્ધાને કૂતરાએ કરડીને ગંભીર ઇજાઓ કરી છે.જેમાંથી અનન્યા રણજીતભાઈ કોળી ઉં.વ.4 (રહે. ભીંડોલ તા.જેતપુરપાવી) બોડેલીના લક્ષ્મી કોટન રોડ પર પરિવાર સાથે આવી હતી. ત્યાં હાડકાયેલા કુતરાએ અનન્યા ને ગળાના ભાગે બચકા ભરતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી આ આ બાળકીને તાત્કાલિક વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાઈ હતી.
બોડેલીમાં અચાનક બપોર પછી હાડકાયેલું કૂતરું બજાર મધ્યે તેમજ જૂની બોડેલી જે બજારથી બે કિ.મી. દૂર છે ત્યાં પણ બાળકોને બચકા ભર્યા હતા. લોહી લુહાણ અવસ્થામાં રડતા બાળકોને સારવાર અર્થે 108 ઈમરજન્સી મારફતે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાળકોને કુતરાએ ઇજાઓ કરી છે તેમાં અનન્યા, આનંદ આંબિયાભાઇ રાઠવા (ઉં.વ.6) ને લક્ષ્મી કોટન રોડ પર અચાનક આવી ચડેલા કુતરાએ બચકા ભરીને ઇજાઓ કરી હતી.રમીલાબેન ચંદુભાઈ બારીયા (ઉ.વ.66) (રહે. જુની બોડેલી) એમ ત્રણેય વ્યક્તિઓને વડોદરા તાત્કાલિક વધુ સારવાર અર્થે ખસેડવા પડ્યા છે. આ સાથે કિંજલબેન સનાભાઇ વાઘરી (ઉં.વ. 13) ડભોઈ રોડ પર પાણીની ટાંકી સામે તેઓ રહે છે. ચા ની લારી પાસે કિંજલ રમતી હતી ત્યારે અચાનક જ હાડકાયેલું કૂતરું આવી ચડયું અને કિંજલની ડાબા પગની પીડલી પર બચકું ભરી લીધું હતું. કિંજલને પણ વડોદરા સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવી આવી છે. રોશની મુકેશ નાયક ઉ.વ.15 રહે. જૂની બોડેલી ને પણ કુતરાએ બચકું ભરી ગંભીર જાઓ કરી હતી.

Most Popular

To Top