બોડેલી;
બોડેલી: બોડેલીના રામજી મંદિરમા રાત્રી દરમિયાન ચોરએ મંદિરની ચાર દાનપેટીના તાળા તોડી રોકડ રકમ ઉપાડી ગયા હતા.
હાલ શ્રાવણ માસ હોવાથી ભક્તજનો દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાનને અર્પણ કરાયેલી રકમને ચોર ટોળકી ઉપાડી ગઈ હતી.
આ બનાવને લઈને બોડેલી પોલીસે મંદિર પરિસરમાં તપાસ કરીને ચોરો ને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
મંદિરમાં ચોરીના બનાવ વારંવાર બનતા હોવાથી સી સી ટીવી કેમેરા મુકવાની ભક્તો દ્વારા માંગ ઉઠી છે.