Business

બોટ કાંડમાં ફરાર ગોપાલ શાહ રાયપુરથી ઝડપાયો

  • હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં ફરાર આરોપીઓને શોધવા પોલીસની ઘનિષ્ઠ તપાસ
  • છત્તીસગઢથી આરોપીને લઈ પોલીસ વડોદરા આવવા રવાના વધુ એક ફરાર આરોપી પકડાતા કુલ આક 8 થયો, હજુ 11 આરોપી પોલીસ પકડથી દૂર

વડોદરા તા.24

હરણી લેક ઝોન ખાતે તળાવમાં ડૂબી જવાના કારણે 12 બાળકો અને બે શિક્ષકો મળી 14 લોકોના મોતની ફરજિયાત હતા. પોલીસ દ્વારા આ ગોઝારી ઘટનામાં બે જવાબદાર આરોપીઓને પાતાળમાંથી પણ શોધી નાખવા કમર કસી છે ત્યારે પ્રોજેક્ટના વધુ એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ગોપાલ શાહને પોલીસે છત્તીસગઢના રાયપુર થી ઝડપી પાડ્યો છે. આરોપીને વડોદરા લાવવા ટીમ રવાના થઈ છે. એસઆઇટી ની ટીમ દ્વારા વધુ એક આરોપીને પકડતા કુલ આંક 8 પર પહોંચ્યો છે.

હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં એસઆઇટીની ટીમ દ્વારા કપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પોલીસ દ્વારા 14 લોકોના મોત પાછળ બે જવાબદાર કોઠીયા પ્રોજેક્ટના સંચાલકો સહિત 19 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા અગાઉ પ્રોજેક્ટના ભાગીદારો સહિત 6 લોકોની ધરપકડ કરાઇ હતી. જે આરોપીઓના રિમાન્ડ ચાલી રહ્યા છે. એસઆઇટી ની ટીમ દ્વારા ફરાર આરોપીઓના સંભવિત આસ્થા સ્થાનો પર પણ તપાસ કરાવી રહી છે ઉપરાંત ટેકનિકલ અને હ્યુમન સોસ ના આધારે પણ તે લોકોની શોધખોળ કરાઇ રહી છે જેમાં ગઈ કાલે કોઠીયા પ્રોજેક્ટના મુખ્ય આરોપી વિનિત કોટીયા ની ધરપકડ કરાઈ હતી. બીનીત કોટીયાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તો હજુ જ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. દરમિયાન પોલીસને આરોપી ગોપાલ શાહ છત્તીસગઢના રાયપૂર ખાતે હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસની એક ટીમ છત્તીસગઢ જવા રવાના થઈ હતી. પહોંચી પોલીસે પ્રોજેક્ટના માસ્ટર એવા ગોપાલ શાહને ઝડપી પાડ્યો હતો. આજરોજ આરોપીને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરાય છે. ઉલ્લેખનીય છે કે ની બોટ કાંડમાં પોલીસ દ્વારા અગાઉ બે ભાગીદાર બે ઓપરેટર મેનેજર અને હેલ્પર સહિત છ લોકોની ધરપકડ કરાઈ હતી ત્યારબાદ મિનિટ કોઠીયા અને હવે ગોપાલ શાહ ને ઝડપી પાડતા કુલ આરોપીનો આંક આઠ પર પહોંચ્યો છે. ગોપાલ શાહને વડોદરા લાવ્યા બાદ તેના રિમાન્ડની તજવીજ હાથ ધરાશે.

Most Popular

To Top