Vadodara

બે મહિલાઓ સાથે યુ.કે. વર્ક પરમિટ વીઝા કરી આપવાના બહાને કુલ રૂ.40.50 લાખની છેતરપિંડી

સમા સાવલી રોડ પર આવેલા લોટ્સ ઔરા ખાતેની વિઝા ઓફિસને તાળાં મારી કન્સલટ્ન્ટ ફરાર

(પ્રતિનિધિ) વડોદરા તા. 22

આણંદ જિલ્લાના બે મહિલાઓ પાસેથી યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે તબક્કાવાર કુલ રૂ 40.50 લાખની રકમ લઇ વિશ્વાસઘાત કરી વિઝા કંસલ્ટન્ટ ઓફિસ બંધ કરી ફરાર થઇ જતાં સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોરજના વતની ભાવિકાબેન અલ્પેશભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે તેઓના સંબંધી લંડન ખાતે રહેતા હોય તેઓને પણ વર્ક પરમિટ વીઝા પર યુ.કે. જવાનું હોય તેમણે પોતાના ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિચિત નીતિનભાઇ ભગવાનભાઇ પટેલને વાત કરી હતી. નિતીનભાઇ એ પોતે વિઝા નું કામ કરતાને ઓળખતા હોવાનું જણાવી વડોદરા શહેરમાં ઓળખીતાએ પોતાના માતરના બે ત્રણ જણના વિઝાનું કામ કરાવી આપ્યા હોય એવા શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલી કલ્પેશ સોસાયટીમાં રહેતા હિતેષભાઇ ધર્મેન્દ્રભાઇ કલ્યાણી કે જેઓ મૂળ નડિયાદનાઓ અને સમા સાવલી રોડ પર આવેલા લોટ્સ ઔરા બિઝનેસ સેન્ટર ખાતે વિઝાની ઓફિસ ધરાવતા સાથે પરિચય કરાવ્યો હતો.હિતેશ કલ્યાણીએ પોતે ઘણાને વિદેશ મોકલી આપ્યાનું જણાવી વિશ્વાસ કેળવતા મહિલાને ભરોસો બેઠો હતો દરમિયાન હિતેશ કલ્યાણીએ યુ.કે.વર્ક પરમીટ વિઝાના ખર્ચ બાબતે પ્રથમ ભાવિકાબેનને યુ.કે.મોકલી પરિવારના ડિપેન્ડન્ટ વિઝા કરાવી આપવાનું જણાવી 28 લાખ રૂપિયા ખર્ચ ની વાત કરી હતી અને રોકડમાં પૈસાની માગણી કરી હતી જેથી ટોકન પેટે પ્રથમ રૂ.50,000ભાવિકાબેને ઓનલાઇન આપ્યા હતા ત્યારબાદ રૂપિયા પાંચ લાખ તથા વર્ષ 2024 માં તબક્કાવાર ટુકડે ટુકડે કુલ રૂ 21,50,000આપ્યા હતા પરંતુ હિતેશભાઇ કલ્યાણીએ વિઝાનું કામ કર્યું ન હતું અને તેઓની ઓફિસ પણ બંધ જોવા મળી હતી જેથી ફોન કરતાં તેઓ ફોન પણ ઉપાડતા ન હતા જ્યારે એક ઓળખીતા માલતીબેન કિરણકુમાર જગદીશભાઈ પટેલ જેઓ પણ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગોરાડના વતની છે તેઓ પાસેથી પણ હિતેશ કલ્યાણીએ વિઝાના કામે ટુકડે ટુકડે કુલ રૂ 26,50,000 લીધા હતા પરંતુ તેઓનું પણ કામ કર્યું ન હતું ભાવિકા બેનને હિતેશ કલ્યાણીએ રૂ.12,00,000પરત કર્યા હતા પરંતુ 14,00,000 તથા માલતીબેનના 26,50,000 મળીને કુલ રૂ 40,50,000ની છેતરપિંડી આચરી હોવાની સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઓફિસ પર જ ઇ તપાસ કરતાં ઓફિસ બંધ મળી આવી હતી સમગ્ર મામલે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top