રોડપર સફેદ પટ્ટા પણ ન હોવાથી સ્પિડબ્રેકરો રાત્રે દેખાતા ન હોવાથી વાહનચાલકોને હાલાકી
થોડાક દિવસો પહેલાં જ અહીં ભૂવો પણ પડ્યો હતો
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા રોડ શાસ્ત્રી બાગ થી કલાદર્શન ચાર રસ્તા સુધીનો મુખ્ય માર્ગ બે મહિના પહેલા જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા જણાવાયું હતું કે, આ રોડ પર અનેક સ્કૂલ ,ટ્યુશન ક્લાસીસ આવેલા હોવાથી વિધ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે સાથે જ સિનિયર સિટીઝનોની પણ અવરજવર હોય છે આ રોડ પર હજારોની સંખ્યામાં ટ્રાફિક ધમધમતો હોય છે ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતાં જોવા મળ્યું કે રોડ રસ્તા પર અનેક સ્પિડબ્રેકરો બનાવવામાં આવ્યા છે પરંતુ વ્હાઈટ પટ્ટા પાડવામાં આવ્યા નથી સાથે ડ્રેનેજ અને વરસાદી ગટર ની આજુબાજુમાં રોડના પેચ ઉખડી ગયા છે તથા ઉંડા ખાડા પડ્યા છે. રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે ટૂંક સમય પહેલા જ આ રોડ પર ભુવો પડ્યો હતો વડોદરા શહેરમાં અવારનવાર અનેક વિસ્તારોમાં ભુવા પડતા હોય ખાડા પડતા હોય અને વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું હોય ત્યારે સામાજીક કાર્યકર દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો , બે મહિનાની અંદર જ રોડનું કારપેટ ઉખડી જાય ત્યારે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર , મેયર,ચેરમેન દ્વારા જાત તપાસ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.