*
(પ્રતિનિધિ) વડોદરા તા. 18
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના એક ગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં યુવકનું મોત જ્યારે શહેરના સોમાતળાવ વિસતારમા મહિલાએ દવા પી જતાં સારવાર હેઠળએસ.એસ.જી.હોસ્પિટલમાં ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામે વણકરવાસમાં રહેતા રાકેશભાઈ જીતસિંગભાઇ પરમાર નામના 24 વર્ષીય યુવકે ગત તા. 10મી એક્ટોબર ના રોજ બપોરે 12:30 કલાકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેને પ્રથમ સારવાર અર્થે પાદરાની એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તબિયતમાં સુધારો ન જણાતા તા. 14-10-2024 ની રાત્રે સાડા આઠ ની આસપાસ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગત તા. 18-10-2024 ના રોજ મેડિસીન વિભાગના એ યુનિટમાં મરણ જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બીજા એક બનાવમાં વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક રહેતા કુમુદબેન રમણભાઇ વણકર નામના 44વર્ષીય મહિલા એ બપોરના સુમારે કોઇ અગમ્ય કારણોસર દવા પી લેતાં તેઓને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં દર્દી ભાનમાં હોવાનું બહાર આવ્યું છે. અત્રે આ બંને અલગ અલગ બનાવોમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.