બે અલગ અલગ બનાવો જેમાં છોટાઉદેપુર તથા પંચમહાલ જિલ્લામાં બાઇક પરથી પડી જવાથી ઇજાગ્રસ એક મહિલા તથા પુરૂષનું એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, પ્રથમ બનાવમાં પંચમહાલ જિલ્લાના ચિંચોડી, ગોલા ગામડી ખાતે આવેલા મંદિરવાળા ફળિયામાં રહેતાં સવિતાબેન કંચનભાઇ રાઠવા નામના એકાવન વર્ષીય મહિલા ગત તા. 02જી સપ્ટેમ્બર ના રોજ બાઇક પાછળ બેસી જતાં હતાં તે દરમિયાન સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ રાજેન્દ્ર ફાર્મ પાસેથી પસાર થતી વેળાએ પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા તેઓનેમાથામાં ઇજા થત તેઓનેછોટાઉદેપુર ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તા.02જી સપ્ટેમ્બરે વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યા ગતરોજ સવારે સારવાર દરમિયાન તેમનું મોત થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
બીજા એક બનાવમાં પંચમહાલ જિલ્લાના તલાવડી ગામ, પંચાયત ફળિયામાં રહેતા સંદીપ મહેન્દ્રભાઈ સોલંકી નામના 27 વર્ષીય યુવક ગત તા. 04 સપ્ટેમ્બર ના રોજ સાંજે સાડા પાંચ કલાકની આસપાસ વિસાવડી ગામ જાંબુઘોડા રોડ તાલુકા બોડેલી પાસેથી પસાર થતી બાઇક સ્લીપ થતાં બાઇક પરથી પડી જતાં ઇજાગ્રસ્ત થયો હતો જેને નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે એમ્બયુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ગતરોજ સવારે સવા છ વાગે તેનું મૃત્યુ નિપજ્યું હતું.મૃતકનુ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.