કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, અને ૫૬ લોકોના મોત નિપજયાં હતા. આમ, કોરોનાનો કહેર જે રીતે વિશ્વભરમાં વધી રહયો છે, જેની અસર આર્થિક સ્તરે અસર પ્રર્વતી શકે છે, જેના પગલે વૈશ્વિક બજારોમાં નેગેટિવ જોવાયા હતા, જેની પાછળ ભારતીય શેરબજારમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. જેના લીધે નિફટી ૮૧૦૦ પોઇન્ટની સપાટી તોડી નાંખી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, દેશમાં કરન્સી બજાર તથા ડેરીવેટીવ બજાર આગામી ૭મી એપ્રિલના રોજ ૧૦થી ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે, જે ૧૭મી એપ્રિલ સુધી રહેશે. ત્યારબાદ ફરીથી રીવ્યૂ કરાશે. જોકે, હજુય સુધી ઇકવીટી બજારના સમયને ઘટાડવા અંગે કોઇ જાહેરાત થઇ નથી, જે ત્રણ દિવસની રજા છે. આ દરમ્યાન બીએસઇ અને એનએસઇમાં પણ સમય ઘટાડવામાં આવે તેવીઅપેક્ષા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયો તૂટીને ૭૬ની સપાટી કૂદાવી દીધી હતી.ચાલુ સપ્તાહમાં નિફટી ૬.૫ ટકા ઘટયો હતો. જ્યારે બેન્ક નિફટી ૨૭૦૦ પોઇન્ટ તૂટયો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના પ્રમોટર્સ દ્વારા આરબીઆઇ હિસ્સો વધારવાની મંજૂરી માગી હતી, જે પ્રમોટર હિસ્સો ૨૬ ટકા મંજૂરી માગી છે. એક પ્રાઇવેટ સર્વે અનુસાર ભારત દેશમાં મેન્યુફેકચરીંગનો ડેટા છેલ્લા ચાર મહિનાના તળિયે પહોંચ્યું છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ૬૭૪.૩૬ પોઇન્ટ એટલે કે ૨.૩૯ ટકાતૂટીને ૨૭૫૯૦.૯૫ પોઇન્ટ તથા નિફટી ૧૭૦ પોઇન્ટ એટલે કે ૨.૦૬ ટકા તૂટીને ૮૦૮૩.૮૦ પોઇન્ટના નરમ બંધ રહયા હતા. આજે વૈશ્વિક બજારોની પાછળ ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ બગડતાં બેન્કીંગ શેરોમાં જોરદાર વેચવાલી રહી હતી, જ્યારે ફાર્મા શેરોમાં નરમ બજારમાં પણ તેજી જોવા મળી હતી. મૂડીઝમાં ૨ એપ્રિલના રોજ ઇન્ડિયન બેન્કીંગ સીસ્ટમ સ્ટેબલ પરથી નેગેટિવ કરતાં બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બોર્ડર માર્કેટમાં વેચવાલી ચાલુ રહેવા પામી હતી. જેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૧.૧૭ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૦૩ ટકા ઘટાડા સાથે બંધ રહયા હતા.
બેન્ક તથા આઇટી શેરોમાં વેચવાલીએ જોરદાર ગાબડું
By
Posted on