Vadodara

બુટલેગર સહિત ત્રણ જણા ફરાર, કારમાંથી દારૂ ઉતારતી વેળા પીસીબીની ટીમ ત્રાટકી



વિદેશી દારૂ, કાર અને મોપેડ મળી 14.35 લાખનો મુદ્દામાલ કબજે

પ્રતિનિધિ વડોદરા તા.16
શહેરના બકરાવાડી વિસ્તારમાં પીસીબીની ટીમે રેડ કરીને રુ.3.35 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે લિસ્ટેડ બુટલેગર સહિત ત્રણ જણા ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વિદેશી દારૂનું કારમાંથી ઉતારી રહ્યા હતા તે દરમિયાન જ પીસીબીની ત્રાટકી હતી. વિદેશી દારૂ, કાર અને મોપેડ મળી રુ.14.35 લાખનો મુદ્દામાલ કબજે કરીને નવાપુરા પોલીસ સ્ટેશનના સોંપ્યો હતો.

Most Popular

To Top