ઇષ્ટદેવ પ્રોજેક્ટ પ્રા.લી.ના ડાયરેક્ટર્સ દ્વારા સૃષ્ટિ ડુપ્લેક્ષના એક મકાનના પૈસા મેળવી તે જ મકાનનો બીજાને વેચાણ દસ્તાવેજ કરી વિશ્વાસઘાત
સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
શહેરના એક મહિલાએ આજવારોડ ખાતે આવેલા પાયોનિયર કોલેજ નજીક ઇસ્ટદેવ પ્રોજેક્ટ પ્રા.લિ.ના ડિરેક્ટર્સ ને સૃષ્ટિ ડુપ્લેક્ષના મકાન નંબર 45 બુક કરાવી રોકડ,ચેક,લોન થકી તબક્કાવાર રૂ. 29,80,353 ચૂકવી આપ્યા હતા જેની સામે બિલ્ડર્સ મહેશભાઇ વીરાભાઇ પટેલ તથા ઘનશ્યામ ચુનીભાઈ પટેલે નાણાં લઈ એક જ મકાન અન્યને વેચાણ દસ્તાવેજ કરી આપી છેતરપિંડી કરતા સમગ્ર મામલે ભોગ બનનારે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે .
શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા મહિલાએ સાત વર્ષ અગાઉ મકાન ખરીદવાનું હોય પતિના મિત્ર થકી આજવારોડ પાયોનિયર કોલેજ નજીક આવેલા ઇષ્ટદેવ પ્રોજેક્ટ પ્રા.લિ.ના ડિરેક્ટર્સ મહેશભાઇ પટેલ તથા ઘનશ્યામ ચુનીભાઈ પટેલ ના સૃષ્ટિ ડુપ્લેક્ષનુ એક મકાન નં.45પસંદ આવતાં રૂ 34.21લાખની કિંમતના ડુપ્લેક્ષ ખરીદવાનું નક્કી કર્યું હતું અને બુકિંગ પેટે 27-12-2017મા રોકડ રકમ રૂ 1 લાખ આપ્યા હતા જેની કોઇ રસીદ બિલ્ડર્સ દ્વારા આપવામાં આવી ન હતી ત્યારબાદ તા.11-01-2018મારૂ.3 લાખ આરટીજીએસ થકી આપ્યા હતા જેની 149નં ની રસીદ આપવામાં આવી હતી,28-02-2018ના રોજ 2,10,000આરટીજીએસ થી ચૂકવી આપ્યા હતા જેની 54નં.ની રસીદ આપવામાં આવી હતી ત્યારે તેઓને મકાનનો એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો અને વર્ષ 2018મા વેચાણ કિંમત 11,14,119નોબાનાખત કરાર અને બાંધકામ કરાર 18,35,331નોટરી ની રૂબરૂમાં કરાવ્યો હતો ત્યારબાદ તબક્કાવાર તેમજ લોન કરીને,ચેક થી રોકડ મળી કુલ રૂ 29,11,900અને અન્ય રોકડ મળી રૂ 29,80,353આપ્યા છતાં સદર મકાન કોકીલાબેન નરેન્દ્રભાઇ નામના ગોધરાના મહિલાને બાપોદ ખાતે રજીસ્ટારની કચેરી ખાતે બાનાખત વેચાણ કરાર કરી આપી વિશ્વાસઘાત કરતાં ઘનશ્યામ ચુનીભાઈ પટેલ તથા મહેશ વીરાભાઇ પટેલ વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.