સત્યમેવ જયતે જૂથના આક્ષેપો સામે તમામ એજન્ડા બહુમતીથી પાસ :
વિરોધ છતાં પ્રણવ અમીન અને સમરજિતસિંહ ગાયકવાડ જૂથ તેમના ટેકેદારોના જોડે તમામ એજન્ડા પસાર કરવામાં સફળ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
બરોડા ક્રિકેટ એસોસિએશનની 85મી એજીએમમાં જૂથબંધી વચ્ચે હોબાળો થયો હતો. જોકે, વાર્ષિક સામાન્ય સભા માત્ર 15 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. તમામ નવ એજન્ડાને બહુમતીથી પાસ કરી દેવામાં આવ્યા હતા. 90 ટકા લોકોએ સમર્થન આપ્યું હતું. જ્યારે 15 થી 20 લોકો નાખુશ થયા હતા. એજીએમમાં પ્રણવ અમીન જૂથનો દબદબો રહ્યો હતો.
બરોડા ક્રિકેટ એસોસિએશનની 85મી વાર્ષિક સામાન્ય સભા એજીએમ જૂથો વચ્ચેના ઘર્ષણ અને હોબાળા સાથે સંપન્ન થઈ હતી. એજીએમમાં મુખ્યત્વે બે જૂથો વચ્ચેની ખેંચતાણ જોવા મળી હતી. જેમાં એક તરફ પ્રણવ અમીન અને સમરજિતસિંહ ગાયકવાડનું જૂથ અને બીજી તરફ દર્શન બેંકર સત્યમેવ જયતે જૂથે હોબાળો મચાવ્યો હતો. એજીએમ શરૂ થતા સત્યમેવ જયતે જૂથ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એજીએમમાં એકાઉન્ટલક્ષી ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે અંદર ચાલી રહેલા શાબ્દિક ઘર્ષણનો અવાજ છેક બહાર સુધી સંભળાયો હતો. જે દર્શાવે છે કે, હિસાબો ઉપર સખત વિવાદ થયો હતો. સત્યમેવ જયતે જૂથ દ્વારા બીસીએના એકાઉન્ટમાં છેડછાડ થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. વિરોધ છતાં પ્રણવ અમીન અને સમરજિતસિંહ ગાયકવાડ જૂથ તેમના ટેકેદારોના જોડે તમામ એજન્ડા પસાર કરવામાં સફળ રહ્યું હતું.

એજીએમમાં બીસીસીઆઈના પૂર્વ પ્રેસિડેન્ટ ચિરાયુ અમીન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, પ્રણવ અમીન, શીતલ મહેતા અજીત લેલે, જ્યારે બીજી બાજુ દર્શન બેંકર, જતીન વકીલ, કૌશિક ભટ્ટ સત્યમેવ જયતે ગ્રુપના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સમરજિતસિંહ ગાયકવાડની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.

મહત્વની વાત તો એ છે કે પ્રણવ અમીનના નેતૃત્વ હેઠળ બીસીએ દ્વારા કરવામાં આવેલ મહત્વના કાર્યોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. વડોદરાને પ્રણવ અમીનની અધ્યક્ષતામાંજ કોટંબી સ્ટેડિયમ મળ્યું છે. આ સ્ટેડિયમ મળ્યા બાદ વડોદરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટરો રમી રહ્યા છે. સ્ટેડિયમ પાછળ થયેલો ખર્ચ માત્ર મુખ્ય સ્ટેડિયમ માટે જ નહીં. પરંતુ, ત્યાં અન્ય બેકપ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવે છે, મહત્વની બાબત છે કે, બે જૂથો વચ્ચે જે અગાઉ સામ સામે ચૂંટણી લડતા હતા તે બંને જૂથો એક થઈ ગયા હતા અને હવે ચૂંટણી પ્રક્રિયા બંધ થઈ જેના કારણે છેલ્લા બે ટર્મથી પ્રણવ અમીન બીસીએની કમાન સંભાળી રહ્યા છે.
બીસીસીઆઈએ પણ પોતાની સ્પીચમાં કહ્યું છે કે, બરોડાનું સ્ટેડિયમ ખૂબ જ સરસ છે.
એજીએમમાં મુખ્ય એજન્ડા આઈટમ હતી. એકાઉન્ટ પાસ કરવાનો ઓડિટર્સ એપોઇન્ટ કરવાનું, સ્પેશ્યલ એજન્ડા લીધો છે કે આપણું ઇલેક્શન અને એજીએમ બંને અલગ કર્યા છે. બધાને સમજ નથી પડતી કેમ આવું કરીએ છીએ. કારણ કે, આપણી ચૂંટણીની તારીખ ત્રણ વર્ષની ટર્મ અને એજીએમની ટર્મ હમણાં કોન્સ્ટિટ્યૂશનની સાથે છે. ટર્મ જુદા હોય એટલે એજીએમ ડીલે થાય,બીજું કે બીસીસીઆઈમાંથી પૈસા નથી મળતા, એટલે આજે ખાલી પ્લેન એજીએમ કરી. હવે ઇલેક્શન આવશે જ્યારે, ટર્મ ફેબ્રુઆરીમાં પતશે એટલે ઇલેક્શન આવશે. આજની એજીએમમાં 10 થી 15 લોકો હતા જે નાખુશ હતા અને બાકી બધાએ ફેવર કર્યો છે. જે પ્રકારે અમે કામ કરી રહ્યા છે. બે મહિનામાં આપણી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ ની મેચ પણ આવવાની છે. બીસીસીઆઈએ પણ પોતાની સ્પીચમાં કહ્યું છે કે, બરોડાનું સ્ટેડિયમ ખૂબ જ સરસ છે. કદાચ આપણને ડબલ્યુ પી એલ પણ પાછું આપશે : પ્રણવ અમીન,પ્રમુખ BCA
રિવાઈવલ અને રોયલ ગ્રુપની મજબૂત પકડ :
સત્યમેવ જયતે નામનું ત્રીજું જૂથ ભલે ઊભું થયું હોય અને હોબાળો મચાવ્યો હોય પરંતુ, આજની એજીએમની પરિસ્થિતિ સ્પષ્ટ સંકેત આપે છે. પ્રણવ અમીન અને સમરજિતસિંહ ગાયકવાડ જૂથની પકડ મજબૂત છે. જો આવતીકાલે જ ચૂંટણી યોજાઈ તો પ્રણવ અમીન અને સમરજિતસિંહ ગાયકવાડ જૂથનો એક તરફી વિજય થાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.
કોઈને કશું બોલવાજ દેવામાં આવ્યા નથી :
એજીએમ એકમાત્ર ફિયાસ્કો હતો. શેમ હતું. કારણ કે, એજીએમનો મતલબ શું હોય કે તમે એજન્ડા મુકો અને પછી એની પર ડિસ્કશન થાય, દરેક બંને પાર્ટી બધા મેમ્બરોનો અભિપ્રાય લેય કે એજન્ડા સાચો છે અને પછી એના પર વોટિંગ થાય, અહીંયા આઠ કે નવ એજન્ડા હતા. એમાંથી કોઈપણ પ્રકારનું ડિસ્કશન થયું નથી. લોકસભામાં પણ જાઓ તો ગમે એટલો વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષના નેતાને વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે, પણ અહીંયા તો એવું કશું થયું નથી એજન્ડા મુક્યો પાસ અને એવી રીતે આખી એજીએમ 12 થી 15 મિનિટમાં પતાવી દેવામાં આવી. કોઈને કશું બોલવા દેવામાં આવ્યા નથી. જેવી એજીએમ પાસ કરી પતાવી અને ઉતરી ગયા હતા. : ડો.દર્શન બેંકર,પ્રમુખ પદના ઉમેદવાર