Vadodara

બીજેપી વડોદરા મહાનગરનું ફેસબુક એકાઉન્ટ હેક થયું 

  • ફેસબુક પેજ ઉપર અર્ધ નગ્ન અવસ્થાના વિડીયો જોવા મળ્યા 
  • સાયબર સેલમાં જાણકારી આપવામ આવી 

બીજેપી વડોદરા મહાનગરનું ઓફિસિયલ ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે. આ પેજ ઉપર અર્ધનગ્ન અવસ્થામાં બે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે. જો કે આ અંગે ભાજપાના આગેવાનો દ્વારા સાયબર સેલમાં જાણ કરવામાં આવી છે. 

હાલમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એ યુવાધન સહીત તમામને આકર્ષવા માટેનું ઉત્તમ માધ્યમ બન્યું છે. ત્યારે ભાજપા દ્વારા સોશ્યલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. બીજેપી વડોદરા મહાનગર દ્વારા પણ ફેસબુક પેજ ઓપરેટ કરવામાં આવે છે જેમાં રોજેરોજની માહિતી તેમજ સરકારની યોજનાઓ મુકવામાં આવે છે. પરંતુ આ ફેસબુક પેજ હેક થયું હતું. અને પેજ ઉપર બે અર્ધનગ્ન વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ વિડીયો જાપાનના હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે હાલ તો ભાજપાના આગેવાનો તેમજ આઈ.ટી. વિભાગ દ્વારા આ અંગે સાયબર સેલમાં જાણ કરવામાં આવી છે. સાયબર સેલ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. 

Most Popular

To Top