Chhotaudepur

બિહારમાં NDAનો વિજય થયો અને છોટાઉદેપુરમાં વિજય જશ્ન ઉજવાયો

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો

બિહાર રાજ્યમાં એન ડી એ, ભાજપનો ભગવો લહેરાયો

છોટાઉદેપુર:: બિહાર રાજ્યમાં 190થી વધુ બેઠકો પર ભવ્ય વિજય મળતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભાજપા કાર્યકરોમાંઆણંદ ફેલાયો છે. ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટી ખાતે ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે ઉમંગ ઉત્સાહ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બિહારના ઉમેદવારોને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

બિહાર રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની 200 થી વધુ બેઠકો ઉપર ભવ્ય જીત થઈ છે અને મહાગઠબંધન તથા અન્ય પાર્ટીઓને ધોબી પછાડ આપી હરાવી દેવામાં આવ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં વિજય નો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી નેતાઓ, પદાધિકારીઓ તથા કાર્યકરો અભિનંદન પાઠવી રહ્યા છે .

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ બિહાર માં થયેલા ભવ્ય વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. જેમાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત પદાધિકારીઓ અને કાર્યકરો સમર્થકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિહાર માં NDA અને ભાજપા ના ભવ્ય વિજયનો જશ્ન ઉજવ્યો હતો.

અહેવાલ:;સંજય સોની ,છોટાઉદેપુર

Most Popular

To Top