Charotar

બાલાસિનોરમાં પતિના ત્રાસથી પત્નીનો કુવામાં પડી આપઘાત

બાલાસિનોરમાં આઠેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીએ અંતિમ પગલું ભર્યું

પોસ્ટ ઓફિસમાં નોકરી કરતી પરિણીતાના ખાતેદારોના નામાં પતી ઉડાડી મુકતો હતો

(પ્રતિનિધિ) બાલાસિનોર તા.27

બાલાસિનોરના પાંડવા ગામમાં રહેતી પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી કુવામાં પડી આપઘાત કરી લીધો હતો. તેનો પતિ તેને અવાર નવાર મારઝુડ કરી ત્રાસ આપતો હતો. આ ઉપરાંત પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા સમયે ખાતેદારના નાણા પતિ ઝુટવી ખર્ચી નાંખતો હતો. આ અંગે બાલાસિનોર પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો હતો.

બાલાસિનોરના ભ્રમાણી સોસાયટીમાં રહેતા કનકાભાઈ બારીયા જેઠોલી ખાતે આવેલી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમની દિકરી નિલમબહેન ઉર્ફે સોનુએ વર્ષ-2016માં બાલાસિનોરના સુતારીયા ગામે રહેતા હિરેનકુમાર જયંતીભાઈ જાની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં અને તેમની સાથે રહેતી હતી. આ લગ્ન જીવનમાં તેમને એક દિકરી હેત્વી અને પુત્ર આલોકનો જન્મ પણ થયો હતો. જોકે, નિલમબહેનને પિયર સાથે કોઇ સંબંધ રહ્યો નહતો. આ લગ્ન બાદ નિલમબહેનને વિરપુર તાલુકાના પોસરાડા ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી મળી હતી. દરમિયાનમાં છ – સાત મહિના અગાઉ નિલમબહેન તેમના પિયર બાલાસિનોર આવ્યાં હતાં. તે વખતે તેણે ફરિયાદ કરી હતી કે, હું જ્યાં પોસ્ટમાં નોકરી કરૂં છું, તેમાં ગામના માણસો જે બચત માટ પૈસા જમા કરાવે છે. તે પૈસા મારા પતિ મારી સાથે ઝઘડો કરી વાપરી કાઢેલા છે. આ અંગે કંઇ કહેવા જાવ તો તે મારઝુડ કરે છે. મારે બે સંતાન હોય ઘર સંસાર ન બગડે જેથી આ સહન કરું છું. જે પૈસા વાપરીકાઢેલા છે તે ભરવાના આવ્યા છે. હું પૈસા નહીં ભરૂ તો મારી નોકરી જશે. આ વાત સાંભળી તેમના પિતાએ ટુકડે ટુકડે ત્રણ લાખ રૂપિયા આપ્યાં હતાં. બાદમાં નિલમબહેન અવાર નવાર પિયર આવતાં જતાં રહેતા હતા અને વાતચીત પણ થતી રહેતી હતી.

અલબત્ત, નિલમબહેનની ફરિયાદ ચાલુ રહી હતી, તેઓ જણાવતા હતાં કે, મારો પતિ અવાર નવાર માનસિક ત્રાસ આપી મારી સાથે મારઝુડ કરે છે. પરંતુ મારે બે છોકરા હોય જેથી હું તેઓને મુકીને કંઇ રીતે આવતી શકું ?  દરમિયાનમાં 25મી માર્ચ,24ના રોજ નિલમબહેનના પિયરજનોને જાણવા મળ્યું હતું કે, નિલમબહેન સાંજના આઠેક વાગે ઘર નજીક ગામના કુવાએ પાણી ભરવા ગયા હતાં, તેમાં પડી ગયાં છે. નિલમબહેનને તાત્કાલિક બહાર કાઢી સરકારી દવાખાને લાવ્યાં છીએ. આથી, નિલમબહેનના માતા પાર્વતીબહેન સહિત સૌ સ્થળ પર પહોંચ્યાં હતાં. તેઓએ તપાસ કરતાં એવી હકિકત બહાર આવી હતી કે, નિલમબહેનને તેમના પતિ હિરેનકુમાર જયંતિલાલ જાની અવાર નવાર અસહ્ય ત્રાસ આપતાં હતાં. આ અસહ્ય ત્રાસ સહન નહીં થતાં તેમના ઘરના નજીકમાં કુવામાં પડી આપઘાત કર્યો છે. આ અંગે બાલાસિનોર પોલીસે હિરેનકુમાર જયંતિભાઈ જાની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top