તારીખ 3 અને 4 ફેબ્રુઆરીએ પાણી વિતરણમાં ફેરફાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાપોદ ટાંકી ખાતે સંપ તથા ટાંકીની અગત્યની સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી 3 ફેબ્રુઆરી 2025, સોમવારના રોજ પાણી વિતરણ પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
જેમાં 3 ફેબ્રુઆરી સોમવારના રોજ બાપોદ ટાંકીના કમાન્ડ વિસ્તાર માટે સાંજના સમયે પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે 4 ફેબ્રુઆરી મંગળવારના રોજ સવારે પાણી વિતરણ મોડું શરૂ થશે અને પાણીનું દબાણ હળવું રહેશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાપોદ ટાંકી વિસ્તારમાં આવનાર નાગરિકોને આગોતરું પાણી સંગ્રહ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી પાણી વિતરણમાં થનાર અસરમાં તેઓ પરેશાન ન થાય.