Vadodara

બાજવા સ્ટેશન પર પાણી ભરાતા આ ટ્રેન રદ

ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:-
રદ કરાયેલી ટ્રેનો:
1. ટ્રેન નંબર 09327 – વડોદરા – અમદાવાદ 26.08.24ની મેમુ ટ્રેન રદ રહેશે.
2. 27.08.24 ની ટ્રેન નંબર 09316 – અમદાવાદ – વડોદરા મેમુ ટ્રેન રદ રહેશે.
3. ટ્રેન નંબર 09319 – વડોદરા – દાહોદ 26.08.24ની મેમુ ટ્રેન રદ રહેશે.
ટૂંકી ટર્મિનેશન ટ્રેનો:
• ટ્રેન નંબર 22929 દહાણુ રોડ – 26.08.24 ની વડોદરા સુપરફાસ્ટ વિશ્વામિત્રી સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે.

Most Popular

To Top