બોડેલી અને સંખેડા APMC ના તત્કાલિન સત્તાધીશોએ નિયમ ભંગ કરીને બાકડા ખરીદ્યા
: ખેતબજાર નિયામક દ્વારા તત્કાલીન ડિરેક્ટરો પાસેથી રૂ. 97 લાખ વસૂલાત કરવા કારણદર્શક નોટિસ
પ્રતિનિધિ, સંખેડા
બોડેલી અને સંખેડા APMC ના તત્કાલિન સત્તાધીશોએ કામ ફાવે તેવો વહીવટ કરીને રૂ.97 લાખ કરતા વધુની રકમના બાકડા ખરીદ કરીને નિયમોનો ભંગ કર્યો હોવાને લઈને ખેતબજાર નિયામક દ્વારા તત્કાલીન ડિરેક્ટરો પાસેથી સરખે ભાગે કે વસુલતા ન કરવી તેમ જણાવીને કારણ દર્શક નોટિસ પાઠવતા સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
છોટા ઉદેપુર જીલ્લાની અને ગુજરાતની સૌપ્રથમ બોડેલી અને સંખેડા APMC દ્વારા જે તે સમયે બાકડા ખરીદ કરવામાં આવ્યા હતા.ત્યારે ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી ભાવપત્રકો મંગાવીને ટેન્ડર પ્રક્રિયા કરીને ખરીદ કર્યા હતા.જેમાં બોડેલી APMC ના 3500 ના ભાવના 924 બાકડા અને સંખેડા APMC ના 3850ના ભાવના 982 બાકડા ખરીદ કર્યા હતા, જેમાં રૂ.5 લાખની ઉપરની રકમ માટે ઇટેન્ડર પ્રોસેસ કરવાનો હોય છે જે કર્યો ન હતો.ઉપરાંત ટેન્ડર પ્રક્રિયામાં ટેન્ડર કોણે ભર્યા ? ક્યારે આવ્યા તથા કોને સ્વીકાર્યા? તે બાબતનું કોઈ રજીસ્ટર નિભાવ્યું નથી. ટેન્ડર ખોલતી વખતે એજન્સીઓ હાજરીમાં તથા કોની હાજરીમાં ટેન્ડર ખોલવામાં આવ્યા તે બાબતનું કોઈ રેકોર્ડ નિભાવ્યુ નથી. ટેન્ડર મંજૂર કરતા કોઈપણ પ્રકારનું નેગોશિએશન કર્યું હોવાનું પણ જણાયુ નથી. ઉપરાંત APMC દ્વારા બજેટમાં પણ આ બાબતની કોઇ જોગવાઈ કરી નથી. ઠરાવ કર્યા બાદ પાછળની અસરથી પૂરક બજેટ મંજૂર કરાયું છે.જે કાયદાની જોગવાઈઓ સાથે સુસંગત જણાતું નથી.

બોડેલી અને સંખેડા APMC દ્વારા બાંકડાની ખરીદી બાબત કાયદાની જોગવાઈ તેમજ સ્થાયી સૂચના નજર અંદાજ કરી હોવાનું તજ બજાર સમિતિ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું પ્રયોજન સ્પષ્ટ થતું ન હોય તથા કાર્યવાહી નિયમોનુસાર તેમજ પારદર્શક ન હોય તથા ખર્ચ મર્યાદા બહાર હોય બજાર ફંડનો દુરુપયોગ થયો હોવાનું જણાઈ આવ્યું હતું. બજાર સમિતિઓ દ્વારા થયેલી કામગીરી બજાર ધારાની કલમ 20,26,33 તથા બજાર ધારાના નિયમોના નિયમ 39,42,43 અનુસાર સુસંગત જણાતું ન હોવાથી બજાર સમિતિઓના નાણાનો દુરુપયોગ બદલ બજાર સમિતિઓના કાર્યવાહકો સામે બજાર ધારાની કલમ 50 અનુસાર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.જેના અનુસંધાને બોડેલી અને સંખેડાના તત્કાલીન કાર્યવાહકો પાસેથી સરખે ભાગે આવતી રકમ કેમ ન વસૂલવી, તેમ જણાવીને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. 15 સપ્ટેમ્બરના રોજ 12 વાગ્યે હાજર રહી તમામ આધાર પુરાવા સહ રજૂઆત કરવાની તક આપવામાં આવી છે.
સંખેડાના બહારદરપુર APMC ખાતે આરસીસી રોડમાં પણ ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર
સંખેડાના બહારદરપુર APMC ખાતે આરસીસી રોડમાં પણ અરજદાર દ્વારા ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચારની રજૂઆત કરવામાં આવી હતી.જેના અનુસંધાનમાં આરસીસી રોડના રૂ.27,72,795/- પણ કેમ ન વસુલવા તે માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
બજાર સમિતિ સાથે નહીં સંકળાયેલી મંડળીઓને બાંકડા આપ્યા
બોડેલી અને સંખેડા APMC દ્વારા વિવિધ કાર્યકારી શકરી મંડળીઓને બાકડા આપેલ છે.આ મંડળીઓએ બજાર સમિતિ પાસેથી કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવેલા નથી કે એક યા બીજી રીતે બજાર સમિતિ સાથે સંકળાયેલ નથી.જેથી બજાર સમિતિ દ્વારા આ મંડળીઓ માટે આ ખર્ચ કરવાનું પ્રયોજન સ્પષ્ટ થતું નથી.
કયા ડિરેક્ટર પાસેથી કેટલી વસૂલાત થશે?!
બોડેલી APMC ના તત્કાલિન 15 ડિરેક્ટરો પાસેથી દરેક જણાનાં રૂ.2,15,600/- તથા સંખેડા APMC ના તત્કાલીન 14 ડિરેક્ટરો પાસેથી દરેક જણાનાં રૂ.4,68,107/- મળી કુલ રૂ.97,87,498/- કેમ ન વસુલવા જણાવીને કારણદર્શક નોટિસ પાઠવી છે.
તસવીર: સુરેન્દ્રસિંહ ચાવડા , સંખેડા