Chhotaudepur

બરોડા ડેરી ઝોન-13માં અતુલ પટેલનું ફોર્મ રદ થતા સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાયા

છોટાઉદેપુર:

જિલ્લામાં સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ દિવસેને દિવસે તેજ બની રહી છે. ટેકનિકલ કારણોસર અતુલ પટેલનું ફોર્મ રદ થતાં રાજકીય સમીકરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. પરિણામે સંગ્રામસિંહ રાઠવા ઝોન-13માંથી બિનહરીફ જાહેર થયા છે.

ડેરી પર સત્તા મેળવવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને દોડધામ જોવા મળી રહી છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી ફોર્મોની ઝીણવટભરી ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 7 માર્ચ નક્કી કરવામાં આવી છે.
બરોડા ડેરીના ઝોન નંબર 13 માં યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા અને સહકારી ક્ષેત્રના અગ્રણી તેમજ છોટાઉદેપુર જિલ્લાના ‘ચાણક્ય’ તરીકે ઓળખાતા અતુલ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જોકે, ટેકનિકલ કારણોસર અતુલ પટેલનું ફોર્મ રદ થતાં રાજકીય સમીકરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. પરિણામે સંગ્રામસિંહ રાઠવા ઝોન-13માંથી બિનહરીફ જાહેર થયા છે.
ફોર્મ રદ થવાની જાહેરાત બાદ સંગ્રામસિંહ રાઠવાના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા સહિત જિલ્લા અને તાલુકા સ્તરના અનેક આગેવાનો દ્વારા સંગ્રામસિંહ રાઠવાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
બરોડા ડેરીની ચૂંટણી આગળ વધતા આગામી દિવસોમાં અન્ય ઝોનમાં પણ રાજકીય ઉતાર-ચઢાવ જોવા મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી

રિપોર્ટર: સંજય સોની

Most Popular

To Top