Vadodara

બપોરે મેઘરાજાએ શહેરમાં વિરામ લેતાં શહેરીજનોએ રાહત અનુભવી…

બપોરે એક વાગ્યા સુધીમાં વિશ્વામિત્રી નદીમાં કોઇ ઘટાડો નોંધાયો ન હતો જ્યારે આજવા સરોવરની જળસપાટી હજી પણ 213.75ફૂટે સ્થિર

જો ઉપરવાસમાં વરસાદ વરસે અને શહેરમાં વરસાદ અટક્યો હોય તો પણ શહેરમાં હજી પાણીનું લેવલ વધી શકે

શહેરમાં મંગળવારે સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વડોદરાવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા કારણ કે એક તરફ વિશ્વામિત્રી નદીમાંથી સતત પાણી ઓવરફ્લો થઇ શહેરમાં પ્રવેશવાનુ ચાલુ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમા ઘટાડો થયો નથી. વિશ્વામિત્રી નદીનું પાણી સામાન્ય રીતે ઢાઢર નદીમાં પાણી જતું હોય છે પરંતુ બીજી તરફ મહિસાગર નદી પણ ખતરાના નિશાન પર હોઇ તેનું પાણી પણ આસપાસના વિસ્તારોમાં ફરી વળતાં ઢાઢર નદી પણ તેની મહતમ સપાટીએ હોવાથી વિશ્વામિત્રી નદીનું પાણી આગળ ઢાઢર નદી લેતું નથી જેના કારણે રાત્રે ભલે આજવા સરોવર, પ્રતાપ સરોવર અને દેવ નદીના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવાનું બંધ કરાયું પરંતુ વિશ્વામિત્રી નદીના જળસ્તર સતત વધતા રહ્યાં અને તેનું પાણી બપોરે એક વાગ્યા સુધી શહેરમાં અવિરત પ્રવેશવાનુ ચાલુ રહ્યું છે બપોરે એક કલાકે વિશ્વામિત્રી નદીની જળસપાટી 35.25 ફૂટે યથાવત જોવા મળી છે યથાવત એટલા માટે કારણ કે વિશ્વામિત્રીની સપાટી 35.25 ફુટ બતાવવામા આવે છે પરંતુ આ લેવલ પછી મેજરમેન્ટ લેવુ શક્ય હોતુ નથી તેનાથી ઉપરના લેવલે જ પાણી વહેતું હોય છે અને બ્રીજની આજુબાજુમાંથી પ્રસરતું હોય છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાંથી વરસાદી પાણી થોડા ઉતર્યા હતા પરંતુ શહેરના કારેલીબાગ વુડા સર્કલ થી જલારામનગર, મુક્તાનંદ, મંગલપાંડે રોડ, અટલાદરા, અક્ષરચોક, મુજમહુડા, વાઘોડિયારોડ, સોમાતળાવ, પરિવાર ચારરસ્તા ડી માર્ટ, કાલાઘોડા નજીકના વિસ્તારમાં સલાટવાડા વિસ્તારમાં હજી પણ વિશ્વામિત્રી નદીના પાણી જોવા મળ્યા છે. કલાલી ખિસકોલી સર્કલ થી વડસર સુધી પાણનો ભરાવો યથાવત જોવા મળ્યો છે. ઢાઢર નદીનું પાણી ઓવરફ્લો થઇ કોતર વિસ્તારમાં ફરી વળ્યું છે. વાઘોડિયા પંથકમાં હજી પણ રોડરસ્તાઓ પાણીમાં જોવા મળી રહ્યાં છે તો બીજી તરફ વડોદરા ડભોઇ જવાનો એક તરફનો માર્ગ ઢાઢરના પાણીમાં ક્ષતિગ્રસ્ત થયો છે જેને લ ઇ લોકોએ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે તટસ્થ તપાસ કરાવવાની માગ કરી છે. શહેરમાં વરસાદી પાણી ભરાતા તંત્ર સતત દોડતું રહ્યું છે બીજી તરફ બે દિવસથી દૂધ શાકભાજી લેવા લોકોની ભીડ પાણી વચ્ચે જોવા મળી હતી જ્યારે કેટલાક તકસાધુઓ અને લેભાગુઓ દ્વારા દૂધ, શાકભાજી સહિતના ભાવોમાં હાલાકી ભોગવતી જનતાને લૂંટવામા કસર રાખી ન હતી તો બીજી તરફ કેટલાય સેવાભાવી સંગઠનો, સંસ્થાઓ વ્યક્તિઓએ માનવતાની ફરજ બજાવી લોકોને સલામત સ્થળે ખસેડી તેઓ માટે જમવાની વ્યવસ્થા કરી હતી. આફત સમયે શહેરના ધાર્મિક સંગઠનો પણ લોકોની વહારે આવ્યા હતા. બપોરે 3 વાગ્યા સુધીમાં શહેરમાં વરસાદ અટકી ઉઘાડ નિકળતા શહેરીજનોએ આંશિક રાહત અનુભવી હતી.

Most Popular

To Top