Vadodara

ફ્લાઈટ VT-FLXનું દુબઈથી વડોદરા એરપોર્ટ પર ઉતરાણ

વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય નોન-શિડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઇટનું સંચાલન :


( પ્રતિનિધી )વડોદરા,તા.16

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વડોદરા એરપોર્ટ પર આજે વડોદરા એરપોર્ટ માટે એક આંતરરાષ્ટ્રીય નોન-શિડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ફ્લાઇટ VT-FLX, રવિવાર, 16 નવેમ્બર 2025 ના રોજ દુબઈ DWC એરપોર્ટથી વડોદરા (BDQ) માટે રવાના થઈ અને વડોદરામાં 11:56 વાગ્યે ઉતરાણ કર્યું અને કુલ ફ્લાઇટનો સમયગાળો 2 કલાક અને 17 મિનિટનો હતો. વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને સંચાલિત કરવા માટેની ઇમિગ્રેશન અને કસ્ટમ્સ બધી આવશ્યકતા ગોઠવવામાં આવી હતી. કોઈપણ અસુવિધા વિના કામગીરી સરળતાથી ચાલી હતી. જ્યારે, વડોદરા એરપોર્ટ પરની બધી વ્યવસ્થાઓથી મુસાફરી કરનારા મુસાફરો વડોદરા એરપોર્ટ પર પહોંચી ખૂબ ખુશ થયા હતા.

Most Popular

To Top