Vadodara

ફેમિલી ફિજીશિયન એસોસિયેશન, વડોદરા દ્વારા “વર્લ્ડ ડૉકટર ડે” ની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ

**

વર્લ્ડ ડૉકટર ડે નિમિત્તે ફેમિલી ફિજીશિયન એસોસિયેશન, વડોદરા દ્વારા વૃક્ષારોપણ દ્વારા ઉજવણી કરવામાં આવેલ છે. ફેડરેશન ઓફ ફેમિલી
ફિજીશિયન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના નેશનલ પ્રમુખ ડૉ પ્રજ્ઞેશ શાહ દ્વારા આ વર્ષે સમગ્ર દેશમાં એક લાખ વૃક્ષ વાવી તેનું જતન કરવાનું લક્ષ ૧૦૦૦૦થી વધુ સમગ્ર દેશના ફેમિલી ફિજીશિયનને આપવામાં આવ્યું છે તેના ભાગ રૂપે ફેમિલી
ફિજીશિયન એસોસિયેશન, વડોદરા વર્લ્ડ ડોક્ટર ડેની ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં આશરે ૧૫-૨૦ જેટલા સભ્યો ભારે વરસાદની વચ્ચે પણ હાજર રહી ભાગ લીધેલ અને વૃક્ષને વાવી અને તેને જતન કરવાનો નિશ્ચય કરેલ છે.

વૃક્ષ જીવન છે અને અસહ્ય ગરમી પછી વૃક્ષનું મહત્વ સમાજને સમજાવા માટે આ મોહીમની શરૂઆત કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં નેશનલ પ્રમુખ ડૉ પ્રજ્ઞેશ શાહ, ફેમિલી ફિજીશિયન એસોસિયેશન, વડોદરાના પ્રમુખ શ્રી ડૉ અશેષ પટેલ, મંત્રી ડો દીપ્તિ શાહ, ડૉ નીતિન શાહ, ડૉ રીકુલ શાહ, ડૉ અમિતા શાહ, ડૉ ભરત શાહ, ડૉ ચંદવાની સહિત અનેક ડૉકટર હાજર રહ્યા હતા. ઇન્ડીયન ઓવરસીઝ બેંકના રિજિયોનલ મેનેજર શ્રી ભૂપેન્દ્રસિંઘ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

વડોદરા સિવાય ભાવનગર, અમદાવાદ જેવા અનેક અન્ય શહેરમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે.

સમાજના દરેક વર્ગના લોકોને વૃક્ષારોપણ કરી પ્રકૃતિની જાળવણી કરવાનું આહવાન ફેમિલી ફિજીશિયન એસોસિયેશન, વડોદરા દ્વારા આપવામાં આવ્યું છે.

Most Popular

To Top