ભૂતકાળમાં ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં બંગલી બનાવતા હતા. તેમાં ખેતીના ઓજારો, રાસાયણિક ખાતર, ઇલે. મોટરના ર્સ્ટાટર, સ્વી બોર્ડ ગોઠવતા એકાદ લોખંડનો પલંગ પણ રાખતા જેથી ખેડૂત બપોરે જમીને આરામ કરી શકે, આમ સારા હેતુ માટે બંગલીનો ઉપયોગ કરતા હતા.
પરંતુ આજના આધુનિક જમાનામાં નવી પેઢીના યુવાનો ખેતી કરવા લાગ્યા છે અને શેરડી, કેળ, ડાંગર, શાકભાજી પકવીને ધૂમ કમાણી કરવા લાગ્યા છે અને આવક ખુબ વખતા નવી પેઢીના યુવાનો ખેતરની સાઇડે ફાર્મ હાઉસ બનાવવા લાગ્યા છે. ખાસ કરીને સુરત, નવસારી, કામરેજની આજુબાજુના ગામોમાં ખુબ ફાર્મ હાઉસ જોવા મળે છે. ફાર્મ હાઉસમાં ટી.વી. ફ્રીઝ એસી જેવી લકઝરીયસ આઇટમો ફીટ કરાવતા હોય છે. ઘણાં ખરા ફાર્મ ાઉસનો હવે દુરૂપયોગ થવા લાગ્યો છે.
ફાર્મ હાઉસમાં જુગાર રમાડવામાં આવે છે, મિત્રો સાથે દેશી વિદેશી દારૂની મહેફીલ જામે છે. બહારથી કોલ ગર્લ બનાવીને રંગરેલીયા મનાવતા હોય છે. ઘણાં ફાર્મ હાઉસ પર પોલીસે રેઇડ પાડીને નબીરાઓને ઝડપ્યા હોવાના કેસો નોંધાયા છે. બધા ફાર્મ હાઉસો ખરાબ છે એવું નથી પરંતુ જે ફાર્મ હાઉસમાં ગોરખ ધંધા ચાલે છે તે સ્થળ ઐય્યાસી, ભોગ વિલાસનો અડ્ડો બની ગયો છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.