Vadodara

ફાઈન આર્ટ્સ ફેકલ્ટીની માસ્ટર્સ-1ની વિદ્યાર્થિનીને વીજ કરંટ લાગતા મોત

સ્ટુડિયોમાં કેનવાસ પર કામ કરતી વખતે ઈલેક્ટ્રીક હિટરથી વીજ કરંટ લાગ્યો :

મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી :

( પ્રતિનિધી )વડોદરા,તા.29

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં માસ્ટર્સ-1માં પેન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી મૂળ વલસાડની વિદ્યાર્થિનીને કેનવાસ પર કામ કરતી વખતે ફેકલ્ટીના સ્ટુડિયોમાં વીજ કરંટ લાગતા ઢળી પડી હતી. તાત્કાલિક સાથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ દોડી આવ્યો હતો અને નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીની ના મોતને પગલે ફેકલ્ટી સંકુલમાં શોક નું મોટું ફરી મળ્યું હતું જ્યારે બીજી તરફ ફેકલ્ટીમાં આયોજિત ગરબા પણ રદ કરવામાં આવ્યા હતા.

એમ.એસ.યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના ડીન અંબિકા પટેલે જણાવ્યું હતું કે, કાજલ ઈલેક્ટ્રીક કોયલ લઈ એનું પોતાનું જે કેનવાસ છે એને પાણી ગરમ કરીને સુકવી રહી હતી. પાણી ગરમ કરીને કશું કરતી હશે. એટલે એને કરંટ લાગ્યો. અમે તરત ભાગીને ગયા અને નરહરી હોસ્પિટલ લઈ ગયા, ત્યાં એનું નિધન થયું હતું.

કાજલ માસ્ટરના પ્રથમ વર્ષમાં પેન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી હતી. ડિપાર્ટમેન્ટની અંદર ઉપરના માળે સ્ટુડિયો છે, એમાં આ ઘટના બની હતી. ઈલેક્ટ્રીક કોયલ એ વાપરતી હતી અને વરસાદનું પાણી પડ્યું એ અમને ખબર નથી. શિક્ષકો નીચે હતા અને સ્ટુડિયો અલગ અલગ લેવલ ઉપર છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં, પ્રથમ માળે છે અને બીજા માળે છે. બીજા માળે માસ્ટર વનના છોકરાઓ છે. તેઓને ડિવાઇડ કરીને બે ત્રણ છોકરાઓ વચ્ચે જગ્યા આપેલી છે, તેમાં કાજલ હતી. અને જે છોકરાઓએ જોયું તેઓએ દોડી આવી તરત નીચે સ્ટાફને જાણ કરી હતી. એટલે બધા દોડીને ગયા અને હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા બાદ આ ઘટના અંગેની જાણ તેના પરિવારજનોને કરી દેવાઈ હતી.

કાજલ મૂળ વલસાડની છે. જ્યારે બીજી તરફ ખાનગી હોસ્પિટલ ખાતેથી કાજલના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિધાર્થિની મોતથી સમગ્ર ફેકલ્ટીમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે આ ઘટનાથી ફેકલ્ટીમાં યોજાતા ગરબા પણ રદ કરી દેવામાં આવ્યા હતા.

Most Popular

To Top