બાઇક સવાર ત્રણ યુવાનોની હાલત ગંભીર
યુવાનો બાઇક પર પાવાગઢ દર્શન કરવા નીકળ્યા હતા.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોદ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે પસાર થતા ડમ્પરના ચાલકે બાઇકને ધડાકાભેર અડફેટમાં લેતા બાઇક ફંગોળાઇ ગઈ હતી બાઈક ચાલક અને પાછળના બે સવાર ઉછળીને રોડ પર પટકાતા આખા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જીવલેણ દુર્ઘટના ના કારણે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. ત્રણેય બાઇકસવારોને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તેમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાથી વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજા બે ને વાઘોડિયા પાસેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાજપીપળા જિલ્લાના રાજપુરા ગામના 10 થી 12 યુવાનો બાઇક લઈને પાવાગઢ દર્શન કરવા નીકળ્યા હતા. તેમાંથી ગંભીર ઈજાગ્રસ્તબાઇક ચાલક અરુણ શાંતિલાલ વસાવા, સંજય શનાભાઈ વસાવા અને અનિલ મહેશભાઈ વસાવાનું નામ તપાસ અધિકારી જયસુખભાઈ એ જણાવ્યું હતું,ઘટનાની જાણ થતા જ વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ને તપાસ કર્યા બાદ સમી સાંજે ઈજાગ્રસ્તોના નિવેદન લેવા વડોદરા સયાજી હોસ્પિટલમાં જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અને ડમ્પરચાલક વિરુદ્ધ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.