Vadodara

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીન અરજી મંજૂર

હાલોલ અધિક સેશન્સ જજ,પંચમહાલની કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરવાનો હૂકમ કર્યો

ગત તા.31 જૂલાઇના રોજ હાલોલ ગ્રામીણ પોલીસની એફ આઇ આર મુજબ મહિન્દ્રા થાર ગાડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ બિયરના 432 ટીન સાથે રૂ.95,040ના મુદામાલ સાથે થાર ગાડી જેની આશરે કિંમત રૂ 10,00,000 , મોબાઇલ ફોન રૂ.20,000સાથે કુલ રૂ 11,15,040 ના મુદામાલ સાથે ચાલકને ઝડપી લીધો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા. 11

ગત તા.31 જૂલાઇ,2025 ના રોજ હાલોલ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ આઇ આર મુજબ દારુબંધી અધિનિયમ ની કલમ65(એ),65(ઇ),116(બી),81,98(2) હેઠળ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 482 હેઠળ આગોતરા જામીન અરજી એડવોકેટ દેવરાજ પી.મકવાણા દ્વારા હાલોલ અધિક સેશન્સ જજ ની કોર્ટમાં રજૂ કરવામાં આવતાં બંનેના આગોતરા જામીન મંજૂર કરતો હૂકમ કરવામાં આવ્યો છે.

હાલોલ ગ્રામીણ પોલીસની એફ આઇ આર મુજબ હાલોલ ગ્રામીણ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ટીંબી ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ દરમ્યાન પાવાગઢ તરફથી આવતી એક મહિન્દ્રા થાર ગાડીને ઉભા રહેવાનો ઈશારો કરતા કાર ચાલકે કાર ભગાવી મૂકી હતી જેને પોલીસે આસોપાલવ હોટલ પાસે ગલીમાં આતરતા ગાડીમાં સવાર બે ભાગી ગયા હતા જ્યારે ગાડી ચાલક શિવાંગ વિજયભાઇ ઉપાધ્યાય રહે.કરચિયા દશરથ ફળિયા વડોદરા ઝડપાયો હતો ગાડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ બિયરના 432 ટીન જેની આશરે કિંમત રૂ 95,040, મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.20,000તથા થાર ફોર વ્હીલર જેની આશરે કિંમત રૂ 10,00,000 મળી કુલ રૂ 11,15,040 નો મુદામાલ કબજે કરી પોલીસે પૂછપરછ કરતાં દાહોદ જિલ્લાના ખરજ બાંદીખેડી ફળિયામાં રહેતા રોહિત અમરસિંહ માવીએ તથા પંચમહાલ જિલ્લાના ગઢડા ના વિજયભાઇ ભરતભાઇ ભરવાડે દારુ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે એડવોકેટ દેવરાજ પી.મકવાણા દ્વારા હાલોલ અધિક સેશન્સ જજ, પંચમહાલ કોર્ટમાં બંને અરજદાર આરોપીના આ ગુનામાં કોઇ ભૂમિકા ન હોવાનું,સ્થળ પરથી રંગેહાથ પકડાયા ન હોવાનું, ઘટનાસ્થળે હાજર પણ ન હોય તથા પૂર્વવર્તી કોઇ ગુનાઇત ઇતિહાસ ન હોય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 482 હેઠળ આગોતરા જામીન અરજી રજૂ કરાતાં કોર્ટે બંને અરજદારોના આગોતરા જામીન મંજૂર કર્યાનો તા.11-08-2025 ના રોજ હૂકમ કર્યો હતો સાથે જ હાલોલ ગ્રામીણ પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવે તો રૂ.15,000ના વ્યક્તિગત બોન્ડ ભર્યા બાદ અરજદારોએ એટલી રકમના જામીનગીરી સાથે શરતોને આધીન જામીન આપવામાં આવે તેવો હૂકમ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top