વગર પરમીટે પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે દારુની ભઠ્ઠી ચલાવી દારુનું વેચાણ કરતી હતી
(પ્રતિનિધિ) વડોદરા તા. 29
પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલી મહિલા જામીન પર મુક્ત થયા બાદ પણ વગર પરમીટે દારુનું ઉત્પાદન, સંગ્રહ કરી પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરતા વડોદરા શહેર પોલીસ દ્વારા તેની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવાની કાર્યવાહી કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોરવા વિસ્તારમાં આવેલા ભાયલાલ અમીન હોસ્પિટલ નજીકના રાજીવગાંધી નગર ઝૂંપડપટ્ટી માં રહેતા સંગીતાબેન સુખબીર પઢિયાર દેશી દારુ 590લીટર જેની આશરે કિંમત રૂ 1,18,000સાથે ઝડપાયા હતા તથા દેશી દારૂ 65લીટર જેની આશરે કિંમત રૂ 13000સાથે ઝડપાયા હતા જેઓ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેઓ સાથે વગર પરમીટે દારૂ સપ્લાય કરનાર આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામની મહિલા તારાબેન ચંદુભાઈ પઢિયાર જામીન પર મુક્ત થયા બાદ પ્રતિબંધિત દારુનું ઉત્પાદન એટલે કે દારૂ ગાળવાની ભઠ્ઠી કરી તે દારુનું સંગ્રહ તથા વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું પોતાના આર્થિક લાભ માટે મોટા પ્રમાણમાં દેશી દારુનો જથ્થો વેચાણ, સપ્લાય અને હેરફેર કરી ગુનાઇત અસામાજિક પ્રવૃત્તિ કરી માનવ સ્વાસ્થ્ય ને હાનિકારક દેશી શરાબનું વેચાણ કરતા હોય વડોદરા શહેર પોલીસ કમિશનર ની સૂચનાથી તેમની સામે પાસાનું વોરંટ ઇસ્યુ કરાતાં ગોરવા પોલીસે વોરંટની બજવણી કરી તારાબેન ચંદુભાઈ માળીની પાસા ધારા હેઠળ અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા.