છોટાઉદેપુરના એક ગામના યુવકને પ્રેમલગ્ન કરવા ભારે પડયા : યુવક અને તેના પરિવારજનોને પંચો દ્વારા ગામ, સમાજ અને નાતમાંથી બહિષ્કાર કરીને બહાર કરાયા : યુવક પાસે રૂ.9 લાખની કરાઈ માંગ : યુવકે ન્યાય માટે જીલ્લા કલેકટરને અરજી કરી
પ્રતિનિધિ સંખેડા
છોટા ઉદેપુર જીલ્લાના એક ગામે યુવક યુવતીને પ્રેમલગ્ન કરવા ભારે પડયા છે અને ગ્રામજનોના તાલીબાની ફરમાનનો સામનો કરવાનો વારો આવ્યો છે.જેને લઇને બન્ને જણા ગામ અને સમાજના બહિષ્કારનો સામનો કરવા મજબૂર બન્યા છે .
છોટા ઉદેપુર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે.અહીંયા અવારનવાર ગામના પંચો દ્વારા તાલિબાની ફરમાનો કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે.ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાવી જેતપુર તાલુકાના એક ગામના એક યુવકને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા છે અને પ્રેમલગ્નને કારણે યુવતીના પરિજનો તેમજ ગામના પંચ દ્વારા યુવક અને તેના પરિવારજનોને સમાજ તથા ગામમાંથી અને નાતમાંથી બહિષ્કાર કરવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હોવાનો યુવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગામના કાજર જયંતિભાઈ બારિયાને ગામની અને ફળિયાની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતોઅને તેની સાથે લગ્ન કરી લીધા હતા.જ્યારે યુવતીને લઇને યુવક ભાગી ગયો ત્યારે યુવતીના પરિજનોએ શોધખોળ હાથ ધરી હતી.યુવક કાજરના ઘરે તપાસ કરતા તેને નન્નો ભણ્યો હતો. યુવતીના પરિજનોએ પોલીસમાં જાણ કરતા કાજર યુવતી પોતાની પાસે હોવાની કબૂલાત કરી હોવાનું યુવતીના પરિવારજનો જણાવી રહ્યા છે. યુવતીના પરિવારજનો યુવક અને યુવતી બન્ને એક જ કુટુંબના હોવાથી લગ્ન ના થઈ શકે તે વાતને લઇને યુવતીને પાછી માંગી રહ્યા છે.
જ્યારે યુવતીની ભાળ મળી ગઈ ત્યારે યુવતીના પરિવારજનો અને યુવકના પરિવારજનોએ ગામનું પંચ ભેગુ કરીને યુવક અને યુવતી એક જ કુટુંબના હોવાથી લગ્ન ન કરી શકાય તેમ કહીને યુવતીને પાછી માંગી હતી પરંતુ યુવતી યુવક સાથે રહેવાનું કહેતા પંચ દ્વારા યુવક અને તેના પરિવારજનોને ગામ,સમાજ અને નાતમાંથી બહિષ્કાર કરીને બહાર કરવાનો ઠરાવ કર્યો અને સાથે સાથે યુવક કાજર ને રૂ.9 લાખ આપવાનું નક્કી કર્યું હતું.જેને લઇને યુવકે ન્યાય માટે જીલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે.
હાલ તો યુવક અને યુવતી બન્ને ગામ છોડીને બહાર રહેવા મજબૂર બન્યા છે અને યુવકના પરિવારજનો પોતાના એકલા હોવાનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ગામના પંચ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને લઇને ચર્ચાનો વિષય બન્યો છે.
આદિવાસી સમાજની અંદર કોઈ છોકરી મરજીથી અને સંમતિથી લવ મેરેજ કરે તો 1.75 લાખ સુધી દાવો આપવાનો હોય છે
બે મહિના પહેલા ગામની એક છોકરી સાથે અમે બન્નેની સંમતિથી મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા.ગામના લોકોએ ફળિયાના લોકો ભેગા મળી પંચો રૂબરૂ નિકાલ કરવા બેઠા હતા. નિકાલના અનુસંધાન આ લોકોએ મારી પાસે રૂ.10 લાખની માંગણી કરી હતી.અને સમાજના બંધારણ પ્રમાણે બે લાખ માટે બંધાયા હતા.આદિવાસી સમાજની અંદર કોઈ છોકરી મરજીથી અને સંમતિથી લવ મેરેજ કરે તો 1.75 લાખ સુધી દાવો આપવાનો હોય છે.અને આ લોકોએ 10 લાખની માંગણી કરી હતી અને લાસ્ટ 9 લાખ આપો અને 9 લાખ રૂપિયા નહિ આપો તો છોકરી પાછી આપી દો.આ પ્રમાણેના સ્ટેટમેન્ટ આપી પંચો રૂબરૂ સહી કરી અને આ લોકોએ ગામમાંથી બહાર કરેલા છે. ગામમાં આવવાનું નહિ. ગામમાં આવે તો મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે. બીજું એ છે કે કોઈ ગામની પણ વ્યક્તિ અમારે ઘેર આવે તો રૂ.25 હજારનો દંડને ફળિયાનો કોઈ વ્યક્તિ આવે તો રૂ.25 હજારનો દંડ કરતો ઠરાવ કરેલો છે.અને અને ઠરાવની કોપી માંગીએ છે તો ઠરાવની કોપી આપતા નથી.અને અમારા ઘરે અત્યારે કોઈ આવતું પણ નથી.અમે કોઇને બોલાવી એ છે તો 25 હાજર દંડ આપવો પડે એવું કરીને લોકો પણ ઘરે આવવા માટે લોકો બીએ છે.આ જે કોઈ લોકો છે એ ઠરાવ કર્યો છે. કોપી આપતા નથી અને હેરાન કરે છે. આ બાબતે છોટા ઉદેપુર એસ.પી. કચેરી અને જીલ્લા કલેકટર ને આ બાબતે રજૂઆત પણ કરી છે.આ ગેરબંધારણીય ઠરાવો કરે ચીમની સામે કાયદેસરના પગલાં ભરવા લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે.
કાજર બારિયા,પીડિત યુવક
ઘેર જવાનું નહિ અને એને અમારી ઘેર આવવાનું નહિ એવું બંધારણ કર્યું છે.
છોકરીને તો એ બળજબરીથી લઈ ગયો,અમે બે વખત પૂછ્યું, ગામમાં અને થાણામાં પૂછ્યું ત્યારે મારી જોડે નથી, મે પણ છોકરી જોવામાં તમને મદદ કરું,અને કરી જોડે નીકળે તો 20 લાખના સ્ટેમ્પ પર સહી કરી આપીશ એવું કીધું હતું.અને નીકળી એની પાસે.પછી અમે સ્ટેમ્પ કરાવી લાવ્યા, પણ સહી ના કરી.અમે એના ઘેર જવાનું નહિ અને એને અમારી ઘેર આવવાનું નહિ એવું બંધારણ કર્યું છે.ગામનું નથી. અમે કુટુંબનું કર્યું છે.અમારી છોકરીએ કુટુંબમાં લગ્ન કર્યું છે
યુવતીના પિતા
ઉકેલ ન આવ્યો એટલે ફળિયા લેવલનું કુટુંબ લેવલનું બંધારણ કરી દીધું
મારાં ભાઈની છોકરી છે અમે ઘેર ન હતા, દવાખાને હતા તે દિવસે છોકરીને ભગાડી ગયો.બીજે દિવસે શંકા લાગી એટલે એને પૂછવા ગયા,મારા ભાઈ જાતે જઈને પૂછી આવ્યા,હોય તો મારી છોકરી પાછી આપી દો,ત્યારે એને ના પાડી. પછી ફળિયા કુટુંબ ભેગા થયા, અને ત્યાં પણ કાજરે ના પાડી.પછી અને ફરિયાદ કરી ત્યારે પણ ન પાડી ત્યારે કહ્યું કે હોય તો રૂ. 20 લાખના સ્ટેમ્પ પર સહી કરવાની મંજૂર થયો.પણ અમારે કરાર લખવામાં મોડું થયું અને પછી સહી ના કરી.બીજે દિવસે સવારે પણ સહી ન કરી.પછી છોકરી એની પાસેથી નીકળી. પંચ બેઠું એને દશ વખત બોલાવવા ગયા પણ એ આવ્યો નહિ.ઉકેલ ન આવ્યો એટલે ફળિયા લેવલનું કુટુંબ લેવલનું બંધારણ કરી દીધું. કુટુંબનો જે એને ઘેર બેસે તેની જોડે 25 હજારનો કરાર દંડ કરીને કરી દીધું. ગામમાંથી કોઈએ કાઢ્યો નથી, એ ખોટી વાત છે.અમારે અમારા ફળિયાનું કુટુંબનું બંધારણ છે.
યુવતીના કાકા