Vadodara

પ્રેમી પંખીડાનો સહજોડે આપઘાત..

પ્રેમીના ઘરે બંનેએ આપઘાત કરતા પરિવારજનોમાં શોકનો માહોલ.

કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડાઓએ ગળે ફાસો ખાઈને સહજોડે આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. જો કે આ બનાવની જાણ બાપોદ પોલીસ સ્ટેશનને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલાને થાડે પાડ્યો હતો.અને બંનેના મૃત દેહને સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

કિશનવાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય અંકિત માછી ઝોમાટો ડીલેવરી બોય તરીકેનું કાર્ય કરીને તેનું અને તેના પરિવારજનોને ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતો હતો. સાથે જ તે જ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે તેના છેલ્લા કેટલા સમયથી પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરા એ પણ અભ્યાસ છોડી દીધો હતો અને તે ઘરે જ રહેતી હતી ત્યારે આજે બપોર દરમિયાન યુવકના ઘરે તેના બંને ભાઈઓ નોકરી અર્થે ગયા હતા જ્યારે માતા પણ બહાર ગઈ હતી તે દરમિયાન સગીરા યુવકના ઘરે પહોંચી હતી અને બંનેએ એક સાથે ઘરે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જોકે બંનેએ જીવન નો અંત કેમ આણ્યો તે બાબતે બાપોદ પોલીસે ફરિયાદ નોંઘીને તપાસ હાથ ધરી હતી. અને બંનેના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.

Most Popular

To Top