જરોદ વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડા એક સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પરિવારજનોની બીકે તે શક્ય ન લગતા એક સાથે મોતને ભેટવાનું વિચાર્યું હતું. જેથી પોતાનું જીવન ટૂંકાવવાના ઇરાદાથી ગત ગુરૂવાર નારોજ રાત્રી દરમિયાન પોતાના પરિવારજનોને જણાવ્યા વિના જ બંને પોતાના ઘરેથી ભાગી જઈને જરોદ કેનાલ પાસે આવી પહોંચ્યા હતા. અને બંને ઝેરી દવા ગટગટાવીને એક સાથે મૃત્યુને ભેટવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે બંને એક સાથે દવા પી જતા પ્રેમિકા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પરંતુ પ્રેમીને ગભરામણ થતા તેણે પોતાના ફોન પરથી તાત્કાલિક એમ્બ્યુલન્સ ને ફોન કરીને બનાવ અંગેની જાણ કરી હતી અને લોકેશન મોકલ્યું હતું. બાદમાં તાત્કાલિક એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને બંને સારવાર હેઠળ જરોદ સીએચસી સેન્ટરમાં ખસેડ્યા હતા જોકે હાલત ગંભીર બનતા તાત્કાલિક સારવાર અર્થે તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી 19 વર્ષીય પ્રેમિકાનું મોત નીપજ્યું હતું. જયારે પ્રેમીની હાલત ગંભીર હોવાથી તે પણ એનઆઈસીયુ માં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું જોકે , આ બનાવ અંગે જરોદ પોલીસને જાણ થતા તેઓએ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા પ્રેમિકાનું મોત
By
Posted on