વડોદરા: આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થતાં વડોદરાના અદકેરા નવરાત્રી મહોત્સવમાં વડોદરામાં ઠેર-ઠેર આયોજીત ગરબા મેદાનોમાં ભક્તિભાવ પૂર્વક ઘટ સ્થાપન કરવામાં આવ્યુ હતું. ઘટ સ્થાપન બાદ ખૈલેયાઓ ગરબે ઘૂમશે આજથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થતાં શહેરીજનોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. તે સાથે ગરબા આયોજકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આજથી સમગ્ર શહેરના લોકો ગરબામય બની જશે. ત્યારે બપોર બાદ શહેરમાં વરસાદી ઝાપટાનું આગમન થયું હતું અને ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.
બે વર્ષ બાદ નવરાત્રી પર્વની ઉજવણી ભારે ધામધુમથી કરવામાં આવી રહી છે. ગરબે ઘુમવા નાના મોટા અબાલ વૃદ્ધ યુવાનો યુવતીઓ થનગની રહ્યા છે. યુવાનો યુવતીઓએ ભારે ઉત્સાહથી નવરાત્રી ઉજવવામાટે તૈયારી કરી ને સજ્જ થયા છે ત્યારે બપીર બાદ શહેરમાં વરસાદ રૂપી વિલન ની એન્ટ્રી થઈ હતી. જે રીતે વરસી ઝાપટા પડી રહ્યા હતા તે જોતા આયોજકો અને ખેલૈયાઓ ચિંતાગ્રસ્ત થયા હતા. મોટા અને નાના ગરબા આયોજકો જો મેદાન ભીનું થશે અને પાણી ભરશે તો નોરતાના પ્રથમ દિવસે જ ગરબા નહિ રમી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ લાગતા ચિંતામાં પડી ગયા હતા. પરંતુ વધુ વરસાદ ન પડતા તેમણે હાશકારો અનુભવ્યો હતો. ગરબા રમવા માટે તૈયાર યુવાનો યુવતીઓ ના જીવ માં જીવ આવ્યો હતો અને તેઓએ હાશકારો અનુભવ્યો હતો.
કોરાનાકાળનાં બે વર્ષ બાદ કલાનગરી વડોદરામાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં આજે બપોરે 12:30 વાગ્યે પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનીષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ વિસ્તારમાં જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં બપોરે 1:30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો, જેમાં કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો અને આકાશમાં વાદળો ગોરંભાયેલાં છે.