Kalol

પ્રતાપુરા ચોકડી પાસે સળિયા ભરેલા ટ્રેક્ટરની ટક્કરથી બાઇક સવાર 64 વર્ષીય ઇસમનું મોત

એકનો આબાદ બચાવ


કાલોલ :
ગોધરા તાલુકાના પ્રતાપુરા ચોકડી પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સળિયા ભરેલ ટ્રેક્ટરે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર 64 વર્ષીય ઇસમનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર ઇજાઓ સાથે બચી ગયો હતો.
મળતી માહિતી મુજબ ટ્રેક્ટર નં. GJ-17-BA-1566 ના ચાલકે પોતાના કબજાના ટ્રેક્ટરમાં લોખંડના સળિયા ભરેલા હતા અને ટ્રેક્ટરને પુરઝડપે, ગફલતભરી તથા બેફીકરાઈથી હંકારી રહ્યો હતો. આ દરમિયાન સામે થી આવતી બાઇક નં. GJ-17-BE-2269, જે ફરીયાદી જયદિપસિંહ શનાભાઇ પરમારના પુત્ર ખુશાલભાઇ પરમાર ચલાવી રહ્યા હતા, તેને સીધી ટક્કર મારી હતી.
અકસ્માતમાં બાઇક સવાર ખુશાલભાઇ પરમારને હાથ, પગ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે બાઇકની પાછળ બેઠેલા ફરીયાદીના પિતા, 64 વર્ષીય શનાભાઇ ભુલાભાઇ પરમાર ટ્રેક્ટરના આગળના ટાયર નીચે આવી જતા શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ અંગે ફરીયાદી જયદિપસિંહ શનાભાઇ પરમાર દ્વારા વેજલપુર પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેજલપુર પોલીસે ટ્રેક્ટર ચાલક સામે BNS કલમ 281, 125(A), 125(B), 106(1) તેમજ મોટર વ્હીકલ એક્ટ કલમ 177, 184 અને 187 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર:વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top