Charchapatra

પોલીસ સ્ટેશનમાં પડી રહેતા વાહનોનું વિચારો

નવા જુના ટુ વ્હીલર ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને સાયકલોના ડુંગર મોટાને મોટા દરેક પોલીસ ચોકીમાં થતા જ જાય છે. પોલીસ કાર્યવાહી અને આરટીઓની ગુંચવાડાભરી અને ત્રાસ દાયક કાર્યવાહીના કારણે પોતાના વાહનો છોડાવતા નથી. પોલીસ અને ટ્રાફિક અધિકારીઓ તેમજ આરટીઓ વહીવટદારો નધણિયતા ચોરીના તેમજ કાનૂન ભંગ કરનારા વાહન ચાલકો કાયદાની આંટીધુંટીના કારણે છોડાવતા નથી. ખુલ્લા મેદાનમાન નવા જુના વાહનો ભંગારમાં ફેરવાતા જાય છે. જો વાહનોની દર વર્ષે હરાજી કરવામાં આવે તો ભંગારવાળા તેમજ મધ્યમ વર્ગી વ્યાજબી ભાવે વાહનો ખરીદી શકે. ખરીદનાર અને વેચનાર બંને પક્ષોને લાભ. વહીવટદારોની ઇચ્છાશકિત પર આધાર રાખે છે. કયારેક તો મધ્યમ વર્ગીયોને લોટરી લાગી હોય એવા સારા વાહનો પણ મળી જાય છે.
સુરત – અનિલ શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top