વડોદરાના શંકરપુરા ગામે પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર સરપંચના બે પુત્રોની ધરપકડ
વડોદરા જિલ્લાના શંકરપુરા ગામમાં તાજેતરમાં વિદેશી દારુની હેરાફેરી દરમિયાન વરણામા પોલીસે રેડ કરી હતી. ત્યારે બુટલેગર સરપંચ અને તેના બે પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં બુટલેગર સરપંચની ધરપકડ કરી હતી જ્યારે તેના બે પુત્રો ભાગી ગયા હતા.દરમિયાન પોલીસે ફરાર બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી. શનિવારે છાકટા બનેલા બુટલેગરોને શબક શીખવાડવા તથા બુટલેગરો સહિત ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં પોલીસ અને કાયદાનો ડર રહે માટે બંને બુટલેગર બંધુઓનો ગામમાં વરઘોડો કાઢી કાઢ્યો હતો. જેને જોવા લોકોના ટોળા જામ્યા હતા.
શંકરપુરા વિસ્તારમાં ગામના સરપંચ બુટલેગર મહેશ ગોહિલ અને તેના પુત્ર દ્વારા મોટાપાયે દારૂની હેરાફેરી કરાતી હોય છે. જેથી વરણામા પોલીસે છેલ્લા ઘણા દિવસોથી વોચમાં હતી તાજેતરમાં જ પેટ્રોલીંગમાં ફરતી પોલીસને માહિતી મળી હતી કે, શંકરપુરા ગામમાં સરપંચ બુટલેગર મહેશ ગોહિલ અને તેના બે પુત્રો અક્ષય ગોહિલ અને વિપુલ ગોહિલ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા છે. જેના આધારે વરણામા પોલીસ મથકના પીએસઆઇ વી.જી. લાબરીયાએ પોતાની ટીમ અને એલસીબીના જવાનો સાથે બાતમી મુજબના સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે બુટલેગર પિતા અને તેના બે પુત્રોએ પોલીસ ઉપર હુમલો કરતા એક પોલીસ કર્મીને ઇજા પહોંચી હતી. જેતે સમયે મહેશ ગોહિલને પોલીસ ઝડપી પાડ્યો હતો. જયારે તેના બે પુત્રો ફરાર થઇ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી બંનેને શોધી રહી હતી. દરમિયાન શનિવારે પોલીસે છાકટા બનેલા વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી. બુટલેગર સહિત ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં પોલીસ અને કાયદાનો દર રહે માટે બંને બુટલેગરોનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો. જેના કારણે બુટલેગરોને જોવા માટે લોકોના ટોળા જામ્યા હતા.
પોલીસ પર હુમલો કરનાર બુટલેગર બંધુઓનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો
By
Posted on