વડોદરા શહેરમાં તસ્કરો બન્યા બેફામ, બેખૌફ, નવાપુરા પોલીસ સ્ટેશનના 500મીટરના અંતરે જ પંદર દિવસોમાં જ તશાલિગ્રામ કોમ્પલેક્ષમાં ચોરીની ઘટના
વડોદરા શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ઉનાળામાં પણ ચોરીના બનાવોએ માઝા મૂકી છે જાણે તસ્કરોને પોલીસ, કાયદાનો કોઇ ડર રહ્યો ન હોય તેમ બેખૌફ, બેફામ બની તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. ઉનાળામાં લોકો લગ્નપ્રસંગો સાથે અન્ય સામાજિક પ્રસંગે, ઉનાળામાં બાળકોના વેકેશન માટે શહેરના અન્ય વિસ્તારમાં અથવાતો શહેર બહાર મકાન બંધ કરીને જતાં હોય છે આવા બંધ મકાનોની રેકી કરી તસ્કરો પોતાનું નિશાન બનાવી રહ્યાં છે. આવી જ એક ચોરીની ઘટના શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનના માત્ર 500 મીટરના અંતરે આવેલા શાલિગ્રામ કોમ્પલેક્ષમા બની છે જ્યાં વૈશાલીબેન રાજપૂત તથા તેમના પરિવારના સભ્યો વેકેશન માટે બહાર ગયા હતા અને ઘરમાં એક મહિલા જેઓ નાઇટશિફ્ટ જોબ પર ગયા હતા તે દરમિયાન તેઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં રહેલી તિજોરીમાંથી રોકડ રકમ ₹30,000 તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા વહેલી સવારે આસપડોશના લોકોએ ઘરનો દરવાજો તથા અંદરનું દ્રશ્ય જોઇ મકાન માલિકને બનાવની જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અહીં શાલિગ્રામ કોમ્પલેક્ષ નવાપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આવેલું છે છતાં છેલ્લા પંદર દિવસમાં જ ત્રણ ચોરીના બનાવો બનતા દિવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે.
પોલીસ દાદા જરા શરમાવો! નવાપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર ચોરી
By
Posted on