*પોલીસે દુષ્કર્મના રૂટપર જ્યાં જ્યાં આરોપીઓ ગયા હતા ત્યાં 12 લોકોના નિવેદનો લીધા*
તપાસ દરમિયાન આરોપીઓ પાસેની મોટરસાયકલના કાગળીયાની તપાસ કરતાં કાગળો મળ્યા ન હતા , જેથી વાહન ચોરીનું છે કે કેમ તેની તપાસ હાથ ધરાઇ*
શારદીય નવરાત્રી દરમિયાન બીજા નોરતે એક 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે ભાયલી કેનાલરોડ વિસ્તારમાં બેઠી હતી તે દરમિયાન મધરાતે પાંચ આરોપીઓ બે મોટરસાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા અને સગીરાના મિત્રને પકડી રાખી ત્રણ નરાધમોએ સગીરા સાથે દૂષ્કર્મ કર્યું હતું જ્યારે અન્ય બે સાથીદારો સ્થળ પરથી જતાં રહ્યાં હતાં. બનાવને પગલે શહેર તથા જિલ્લા પોલીસની વિવિધ ટીમો કામે લાગી હતી અને વડોદરા ક્રાઇમબ્રાંચે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ થકી પાંચેય આરોપીઓ જેઓ પરપ્રાંતીયો અને વિધર્મીઓ ને તાંદલજાના એકતાનગર કાળી તલાવડી થી બનાવના 48 કલાકમાં ઝડપી પાડ્યાં હતા. ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બે દિવસના રિમાન્ડ બાદ આરોપીઓની વધુ પૂછપરછ તપાસ માટે સાત દિવસના વધુ રિમાન્ડ ની માગ કરવામાં આવી હતી જેમાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે જિલ્લા, તાલુકા પોલીસની ટીમ દ્વારા વડોદરાને શર્મશાર કરતી ઘટનામાં શુક્રવારે આરોપી શાહરૂખના ઘરે તેને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આરોપીઓ દ્વારા જ્યાં પિડીતાના મોબાઇલનો સીમકાર્ડ જ્યાં તોડીને ફેંકી દીધાનું જણાવ્યું હતું ત્યાં શુક્રવારે મોબાઈલનુ તૂટેલ સીમકાર્ડ પોલીસે આરોપી શાહરૂખને સાથે રાખીને જે તે સ્થળ પર છાણી પાસે આવે રામા કાકાની ડેરી પાછળ જ્યાં સીમકાર્ડ તોડીને ફેક્યું તે જગ્યાએ લઇ ગઈ હતી ત્યાં આરોપી શાહરૂખને સાથે રાખીને તોડેલા સીમકાર્ડની તપાસ કરવામાં આવી હતી.સાથે જ દૂષ્કર્મીઓ જે મોટરસાયકલ લઈને ઘટના સ્થળે ગયા હતા અને ત્યાંથી જે રસ્તે પાછા વળ્યાં હતા તે રસ્તામાં પોલીસે 12 લોકોના નિવેદનો પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે.સાથે જ દુષ્કર્મ સમયે વપરાયેલ મોટરસાયકલનાના જરૂરી કાગળિયા માંગતા આરોપી પાસે કાગળિયા મળ્યાં ન હતા જેથી પોલીસને એમ પણ લાગે છે કે જે મોટરસાયકલ આરોપી દ્વારા દુષ્કર્મના બનાવ સમયે વાપરવામાં આવ્યું હતું તે મોટરસાયકલ પણ ચોરીનું હોઈ શકે જે સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ગેંગ રેપના આરોપી શાહરુખને સાથે રાખી સીમકાર્ડ જ્યાં ફેંક્યું હતું તેની તપાસ કરી
By
Posted on