દીપડો દેખાતા ગ્રામજનોમાં ડરનો માહોલ

(પ્રતિનિધિ), વડોદરા. તા.23
વડોદરા જિલ્લામાં આવેલા પોર પાસેના અણખી ગામની સીમમાં એક સાથે બે દીપડા જોવા મળતા ગ્રામજનોમાં ડરનો માહોલ. સાંજના સમયે અને રાત્રિના ગ્રામજનો દીપડાની હલચલને કારણે ઘરની બહાર નીકળતા ઘબરાઈ રહ્યા છે. ગ્રામજનો ખેતરમાં જતાં પણ ડરી રહ્યા છે કારણકે ક્યારે પણ દીપડા દ્વારા તેઓ પર હુમલો કરવામાં આવે અને કોઈ જાનહાનિ થાય તો. પશુપાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રામજનો વનવિભાગ દ્વારા આ દીપડાને શોધી રેસ્ક્યુ કરે એવી માંગ કરી રહ્યાં છે. કારણકે આ પહેલા પણ દોલતપર પાસે એક દીપડાનું કરંટ લાગવાને કારણે મોત થયું હતું. ત્યારે ફરી ગામની સીમમાં દીપડાનું દેખાવું ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.