Vadodara

પોકસોના ગુનામાં ઝડપાયેલા આરોપીને દસ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ ફટકારતી કોર્ટ

વડોદરા
ગત 2019 ના રોજ 17 વર્ષીય સગીરાને પ્રેમ સંબંધમાં ફસાવીને તેના ઘરેથી ભગાડી જનાર પ્રેમી એ તેની સાથે શારીરિક સંબંધ રાખીને તેના પર બળાત્કાર ગુજારતા તેના વિરુદ્ધ પોકસોના કાયદા હેઠળ ગુનો નોંધાતા તેને સાવલી કોર્ટે દસ વર્ષની સજા અને 50000 નો દંડ ફટકાર્યો હતો.

સાવલીના રૂપાકુઇ ગામમાં ગત વર્ષ 2019 માં રાત્રિ દરમિયાન સગીરા તેના પ્રેમી સાથે ઘરમાંથી રોકડ રકમ અને દાગીના લઈને જતા રહેતા અને અચાનક જ દીકરી ઘરમાં ન હોવાથી પરિવારજનો ચિંતામાં આવી જતા તેઓ એ સાવલી પોલીસ મથકમાં આ બાબતે જાણ કરી હતી જેથી સગીરા સાવલી પોલીસ મથકમાં હાજર થઈ હતી બાદમાં તેણે વિસ્તારથી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તે અલ્પેશભાઈ સાથે ગઈ હતી. અને તેને શારીરિક સંબંધ વિશે પણ જણાવ્યું હતું જેથી પોલીસે આ બનાવવાની એ પોક્સોનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. અને તેના વિરુદ્ધ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના સંબંધિત જગદીશભાઈ ભોઇ ના ઘરે તે સગીરા સાથે રોકાયો હતો. જોકે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરીને તેમજ આ બાબતે કોર્ટમાં ગુનો નોંધાવીને કે દાખલ કર્યો હતો જેનો ચુકાદો આજે સાવલી કોર્ટે સંભળાવતા જણાવ્યું હતું કે અલ્પેશ ભોઈને દસ વર્ષની કેદની સજા તેમજ 50 હજાર રૂપિયા દંડ પેટે ચૂકવવા બાબતનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top