એમ એસ એમ ઈ માં આવતા ઉદ્યોગોને સરકાર તરફથી ગયા બજેટમાં એવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે ખરીદનાર વેપારી 31 માર્ચ ના રોજ જે ખરીદી ના 45 દિવસ પૂરા થયા હોય અને તે બીલનું પેમેન્ટ ના કરે તો તે રકમ આવકમાં ગણી લેવામાં આવશે અને તેના પર સ્લેબ મુજબ ટેક્સ ભરવાનો રહેશે કાપડ ઉદ્યોગ મા 60 થી 180 દિવસ જેટલો ઉધારી નો ધારો હોય છે એવી ખરીદી ઉપર હવે ખરીદનાર વેપારીઓએ 45 દિવસ પુરા થતાજ પેમેન્ટ ચૂકવી દેવુ પડશે આ નવા નીયમ થી પેમેન્ટ ની સાયકલ ઝડપી બનશે અને તેને કારણે વેચનાર ને ફાયદો થશે પરતું 45 દિવસ પછી પેમેન્ટ ની સાયકલ આખા વર્ષના અંતે નહી 12 મહિના પુરેપુરી ચાલવી જોઈએ.
તોજ કાયદાના હેતુ મુજબ વેચનારા તમામ વેપારીઓને લાભ મળી શકે નહી તો એવુ થઇ શકે કે 31 માર્ચ ના રોજ ખરીદનાર પેમેન્ટ ન આપી શકે તો તે માલ રીટન બતાવી શકે છે અથવાતો કાયદા મુજબ ચેક આપી પેમેન્ટ ચુકતે બતાવી શકે છે પછી સેટીંગ કરી નવા વર્ષ મા ગમે ત્યારે ચેક પાસ કરાવી શકે છે તેવા સંજોગોમાં દંડની કે ટેક્સની કોઈ જોગવાઈ બનતી નથી ત્યારે કાયદાનો હેતુ પાર પડતો નથી વર્ષ દરમિયાન 45 દિવસના ધારા મુજબ જે બિલ બને તે તમામ બીલના 45 દિવસમાં જ પેમેન્ટ મળી જવા જોઈએ તોજ કાયદા ના હેતુ સફળ થશે અને પેમેન્ટ ની સાઇકલ ઝડપી બનશે જેના લીધે અર્થતંત્ર ગતિ પકડશે
સુરત – વિજય તુઈવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.