Vadodara

પેટ્રોલને બદલે પાણી ભરી આપ્યું, તરસાલીના પેટ્રોલ પંપની કરામત

વડોદરા શહેરમાં ગત રાત્રિ ના વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો અટવાયા હતા. પરંતુ વડોદરા શહેરના તરસાલી વિસ્તારના એસ્સાર પેટ્રોલ પંપ પર કઈક અલગ જ જોવા મળ્યું હતું . વરસાદ પડે અને પાણી ભરાય એ વાત તો સમજાય છે. પણ વરસાદના કારણે પેટ્રોલ પંપની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ભરાય એ શક્ય નથી. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા પહોંચેલા ગ્રાહકોની ગાડીમાં પેટ્રોલના બદલે પાણી પૂરી આપવામાં આવ્યું હતુ. પેટ્રોલના રૂપિયા લઈ પાણી મિશ્રિત પેટ્રોલ આપતા હોબાળો થયો હતો. લગભગ ત્રણસો થી વધારે બે પહિયા અને રિક્ષાઓ ને પાણી મિશ્રિત પેટ્રોલ પુરાવવા થી ગાડીઓ ને નુકશાન થયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
વડોદરા તરસાલી એસ્સાર પેટ્રોલ પંપ પર પાણી મિશ્રિત પેટ્રોલ નું વેચાણ કરતા ગ્રાહકો એ પેટ્રોલ પંપ ના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી ત્યારે પોલીસ પણ ત્યાં આવી હતી અને જે ગાડીઓ માં પેટ્રોલ પુર્યું હતું તે પ્લાસ્ટિક ની બોટલ અને ડોલ માં કાઢતા પાણી મિશ્રિત પેટ્રોલ જણાયું હતું. પોલીસે પેટ્રોલ પંપના કર્મચારીઓને પંપના માલિક વિશે પૂછતા માલીક હાજર ના હોવાની વાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top