Vadodara

પૂરગ્રસ્તોએ હજુ સહાય માટે કેટલી મથામણ કરવી પડશે, કોંગ્રેસનું આવેદનપત્ર

વડોદરાશહેર માં નવીન કલેકટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોષીની હાજરીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજદિન સુધી ઘણા બઘાં પીડિતોને સરકારી આર્થિક સહાય નથી મળી રહી એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નવીન કલેકટરકચેરી ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજદિન સુધી પીડિતોને સરકારી આર્થિક સહાય મળી નથી તે બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સાથે સયાજીગંજ વિઘાનસભા વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠામાં નટરાજ ટાઉનશીપમાં જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને પુર માં જેને પણ પોતાના જીવ ગુમાવ્યા છે તેવા વ્યક્તિને 2500000 રૂપિયા મળવા જોઈએ, જે પૂરગ્રસ્ત લોકોને મદદ નથી મળી તેને સહાય મળવી જોઈએ એવા અનેક મુદ્દાઓને ઘ્યાનમા લઇને આજે નવીન કલેકટર કચેરી ખાતે આર એસ પ્રજાપતિને રજૂઆત કરવામાં આવી હતી . સાથે અલ્ટીમેટલ આપવામાં આવ્યું છે કે ત્રણ દિવસમાં આ રજૂઆતને ઘ્યાને લઇને સહાય નહિ કરવામાં આવે તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેની જવાબદારી કલેક્ટર ની રહેશે.

Most Popular

To Top