Dabhoi

પુનિયાદ-આનંદી માર્ગના વળાંક પર વરસાદી પાણીથી ધરાશાયી થયેલી સંરક્ષણ દિવાલનું કામ ક્યારે કરાશે ?


વડોદરા જિ લ્લાના શિનોરમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્માણ પામેલા પુનિયાદ-આનંદી માર્ગમાં પુનિયાદ નજીકના વળાંક પર ચોમાસાની ૠતુ દરમિયાન ધરાશાયી થયેલી સંરક્ષણ દિવાલ બાબતે ધારાસભ્ય અક્ષય પટેલને પુનિયાદ ગામના ખેડૂતોએ રજુઆત કરી તંત્ર ધ્વારા સત્વરે આ કામ હાથ ધરાય તેવી માંગ કરી છે.


મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત શિનોર તાલુકાના પુનિયાદ થી આનંદી ગામને જોડતા પાકા માર્ગનું કામ અંદાજે ચાર વર્ષ અગાઉ કરાયુ હતુ. જેમાં પુનિયાદ ગામ નજીકના વળાંક પરથી ખેતરોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ તળાવમાં થતો હોય આ સ્થળે સંરક્ષણ દિવાલનું કામ માર્ગ ને વરસાદી પાણીના વહેણથી કોઈ નુકસાન ના પહોંચે તે હેતુથી કરાયું હતું. જે દિવાલ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના વહેણ માં ધરાશયી થઇ હતી. આ અંગેની લેખિત જાણ,માર્ગ મકાન વિભાગ પંચાયત, ડભોઇ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરને પુનિયાદ ગ્રામ પંચાયત ધ્વારા તારીખ 5 ઓક્ટોબર 2024ના રોજ કરાઇ હતી. તેમ છતાં આજદિન સુધી આ અંગે તંત્ર ધ્વારા કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. જેથી રોષે ભરાયેલા, પુનિયાદ ગામના ખેડૂતોએ આ કામ કરનાર એજન્સી ધ્વારા તંત્ર સાથે હાથ મિલાવી અપૂરતા મટીરીયલ અને હલકી ગુણવત્તા સાથે દિવાલ નું કામ કર્યુ હોય, દિવાલ ધરાશયી થઇ હોવાનો આક્ષેપ ધારાસભ્ય અક્ષય પટેલ સમક્ષ કરી સત્વરે આ કામ હાથ ધરવા માંગ કરતાં પટેલે ચોમાસાની ઋતુ પહેલાં આ કામ કરાવી આપવા અંગે ની ખાત્રી આપી હતી. બીજી તરફ જવાબદાર તંત્રને જે તે સમયે લેખિત-મૌખિક જાણ અનેક વાર કરવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ નહિ ધરતાં તંત્ર વિરુદ્ધ ભારોભાર રોષ જોવા મળ્યો છે.

Most Popular

To Top