Vadodara

પીએસઆઈમાંથી પીઆઇ બનેલા 254 અધિકારીની બદલી, વડોદરા શહેર-જિલ્લાના 30 થી વધુની ફેરબદલી

  • વડોદરા શહેર પોલીસને મળ્યા 9 નવા PI, જ્યારે 10 અધિકારીઓની અન્ય સ્થળે બદલી.
  • ​🔹 વડોદરા ગ્રામ્ય: જિલ્લા પોલીસમાં 4 નવા PI ની એન્ટ્રી, 8 અધિકારીઓની અન્ય જિલ્લામાં બદલી.
  • ​🔹 કડક આદેશ: તમામ બઢતી પામેલા અધિકારીઓને કોઈપણ પ્રકારની રજા ભોગવ્યા વિના તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા DGP કચેરીનો આદેશ.

વડોદરા: ગાંધીનગર પોલીસ ભવનથી ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ હુકમ મુજબ, રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 254 બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર્સ (વર્ગ-૩) ને પોલીસ ઈન્સ્પેકટર (વર્ગ-૨) તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી તેમની નવી જગ્યાએ નિમણૂક થઈ છે. આ મેગા ટ્રાન્સફર ઓર્ડરમાં વડોદરા શહેર તેમજ વડોદરા ગ્રામ્યના અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વડોદરાને લગતી તમામ બદલીઓની વિગતવાર યાદી નીચે મુજબ છે:
​વડોદરા શહેરમાં નવી નિમણૂંક પામેલા અધિકારીઓ (વડોદરા આવતા અધિકારીઓ):
​*લ્યુનિકાબેન મહેશભાઇ ચૌધરી: ડાંગથી વડોદરા શહેર
​*માધુરી શીવલાલ ગોહેલ: અમદાવાદ શહેરથી વડોદરા શહેર
​*મહેશભાઈ મોહનભાઇ જુજા: આણંદથી વડોદરા શહેર
​*ઇશ્વરભાઇ ધુડાભાઇ દેસાઇ: તાપીથી વડોદરા શહેર
​*દિપ્તી કરશનભાઇ ગમારા: સુરત શહેરથી વડોદરા શહેર
​*રાહુલ શૈલેષભાઇ ગોહિલ: નવસારીથી વડોદરા શહેર
*​હરદિપસિંહ રણજીતસિંહ પઢિયાર: સુરત રૂરલથી પ.રે. વડોદરા
​*જીતેન્દ્રકુમાર સોમાભાઇ મહિડા: મહિસાગરથી ૫. રે., વડોદરા
​*ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા: ભરૂચથી પીટીએસ વડોદરા
​(નોંધ: નીચેના બે અધિકારીઓની હાલની ફરજ અને નવી નિમણૂંક બંને વડોદરામાં જ છે)
​*જયસુખભાઈ બીજલભાઇ મીઠાપરા: પ.રે.વડોદરાથી ૫.રે.વડોદરા
​*શીતલબેન મરતાજી મેણાત: જીયુવીએનએલ વડોદરાથી જીયુવીએનએલ વડોદરા
​વડોદરા શહેરથી અન્ય સ્થળે બદલી પામેલા અધિકારીઓ (વડોદરાથી જતા અધિકારીઓ):
​*પ્રવિણભાઈ માધુભાઈ ધાખડા: વડોદરા શહેરથી અમદાવાદ શહેર
​*પરેશકુમાર પ્રવિણકુમાર જાની: જીયુવીએનએલ વડોદરાથી ખેડા
​*નીતીરાજસિંહ ગુણવંતસિંહ જાડેજા: વડોદરા શહેરથી અમરેલી
​*કવિતા મહેન્દ્રભાઇ બ્રહમભટ્ટ: વડોદરા શહેરથી નાગરીક સંરક્ષણ દળ, અમદાવાદ
​*રોહિતજી ભવાનજી વિહોલ: વડોદરા શહેરથી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ
​*કુલદિપસિંહ નારણસિંહ સોલંકી: વડોદરા શહેરથી નવસારી
​*ચેતનસિંહ ફુલસિંહ રાઠોડ: વડોદરા શહેરથી સી.આઇ.ડી. ક્રાઇમ
​*લક્ષદીપ જેસંગભાઇ મિયાત્રા: વડોદરા શહેરથી ઇન્ટેલીજન્સ
​*ભાવેશકુમાર મુકેશકુમાર પરમાર: વડોદરા શહેરથી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ
​*ગિરીરાજસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા: વડોદરા શહેરથી કચ્છ પૂર્વ-ગાંધીધામ
​વડોદરા ગ્રામ્ય (રૂરલ) માં નવી નિમણૂંક પામેલા અધિકારીઓ (આવતા અધિકારીઓ):
​*ઋતુરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા: રાજકોટ રૂરલથી વડોદરા ગ્રામ્ય
​*વિજયકુમાર છોટાલાલ પરમાર: રાજકોટ રૂરલથી વડોદરા ગ્રામ્ય
​*પરીક્ષિતસિંહ કિરતસિંહ સોઢા: સુરત શહેરથી વડોદરા ગ્રામ્ય
​*હેમંત રાજેન્દ્રભાઇ સાઠે: ભરૂચથી વડોદરા ગ્રામ્ય
​વડોદરા ગ્રામ્ય (રૂરલ) થી અન્ય સ્થળે બદલી પામેલા અધિકારીઓ (જતા અધિકારીઓ):
​*બલભદ્રસિંહ નાથુભા ગોહિલ: વડોદરા રૂરલથી વલસાડ
​*વિરમ ગોવિંદભાઈ લાંબરીયા: વડોદરા ગ્રામ્યથી ભરૂચ
​*મહેન્દ્રસિંહ ગુલાબસિંહ પરમાર: વડોદરા રૂરલથી કચ્છ પૂર્વ-ગાંધીધામ
​*જયેન્દ્રકુમાર ઉદયસિંહભાઇ ગોહિલ: વડોદરા રૂરલથી છોટા ઉદેપુર
​*ધનાભાઇ રણમલભાઇ ભાદરકા: વડોદરા રૂરલથી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ
​*વિનોદકુમાર બળવંતભાઇ ચૌહાણ: વડોદરા રૂરલથી ભાવનગર
​*રાજદિપસિંહ ભગવતસિંહ વનાર: વડોદરા ગ્રામ્યથી આણંદ
​*અર્જુનકુમાર ઓઘડભાઇ ભરવાડ: વડોદરા ગ્રામ્યથી પંચમહાલ
​આ તમામ બઢતી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને કોઈ પણ પ્રકારની રજા ભોગવ્યા સિવાય તાત્કાલિક અસરથી છૂટા કરી, તેઓના નવા નિમણૂંકના સ્થળે હાજર થવા માટે આદેશમાં કડક સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top