બોડેલી: બોડેલી તાલુકાના કોસીન્દ્રા ગામ ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઘરેથી 1100 રૂપિયાના આપતા વિદ્યાર્થીને લાગી આવતા શાળા નજીક લીમડાના ઝાડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બોડેલી પોલીસે એડી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સંખેડા તાલુકાના વાસણા વસાહત-2 રહેતા રાજેશભાઈ બચુભાઈ તડવીનો 16 વર્ષનો ધોરણ 11 માં અભ્યાસ કરતા પુત્ર વિનોદ કુમારે ગઈકાલે તેના પિતા પાસે કોઈ કામ અર્થે 1100 રૂપિયા માંગ્યા હતા પરંતુ રાજેશભાઈ પાસે 1100 રૂપિયા ન હોવાથી તેઓએ વિનોદ કુમારને પૈસા માટે ના કીધું હતું. જેથી વિનોદ કુમાર ને લાગી આવતા તેઓએ બપોરનું જમ્યું પણ ન હતું. વિનોદ કુમારને શાળામાં પરીક્ષા હોવાથી રાજેશભાઈ તેને કોસીન્દ્રા એ શાળાએ છોડી આવ્યા હતા. પરંતુ વિનોદ કુમારે શાળામાં પરીક્ષા પણ આપી ન હતી અને કોસીન્દ્રાથી રાજ બોડેલી જવાના માર્ગ ઉપર એક ખેતરના શેઢા ઉપર લીમડા ઝાડ સાથે પાકને પાણી પીવડાવાની પાઇપ (ઇરીગેશન પાઇપ વડે ) લીમડાના ઝાડ સાથે બાંધી ગળેફાંસો ખાઈ વિનોદ કુમારે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું બોડેલી પોલીસે રાજેશભાઈ જાણવા જોગ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે