ગુજરાત મિત્ર. પાવી જેતપુર
પાવી જેતપુરના વનકુટિર ત્રણ રસ્તા પર રેતી ભરવા આવેલા એક હાઇવા ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં રેતી ની ટ્રકો બેફામ ચાલતી હોય વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેવામાં આજે વધુ એક બનાવ પાવી જેતપુર ખાતે બન્યો હતો. આ બનાવ ને નજરે જોનારા લોકોનું કહેવું છે કે ટ્રક ચાલકને ખબર પણ ન હતી કે એક્ટિવા સ્કૂટર તેની ટ્રક નીચે ભરાઈ ગયું છે. ત્યાં સ્થળ પર ઉભેલા લોકોએ બુમા બુમ કરી હાઇવા ટ્રક ઉભી રખાવી હતી.
ઘટનામાં એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો છે. ચાલકને સામાન્ય ઈજાઓ થતા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના ની જાણ જેતપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ગાડી અને ડ્રાઇવર ને ડિટેન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.