પાવી જેતપુર: ગુજરાત પોલીસ મહા નિર્દેશક અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જેતપુર પોલીસ સ્ટેશન દ્વારા શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જેતપુર પોલીસ સ્ટેશનમાં લાગતા લગભગ 27 ગ્રામ પંચાયતના સરપંચો અને ડૅ.સરપંચ હાજર રહ્યા હતા.

આ સરપંચ સંવાદ કાર્યક્રમ જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.પી.રાણાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. જેમાં ગામડાઓમાં થતા ક્રાઈમને અટકાવવા જો કોઈ ગામમાં કોઈ બનાવ બને તો સરપંચો પોલીસને તાત્કાલિક જાણ કરે, જેથી ક્રાઈમને અટકાવી શકાય અને તાત્કાલિક કાર્યવાહી પોલીસ દ્વારા કરી શકાય.

હાલ સોશિયલ મીડિયાનો જમાનો હોય સોશિયલ મીડિયા પર થતા ફ્રોડો તેમજ મહિલાઓ પર થતા અત્યાચાર જેવા ગુનાને અટકાવી શકાય. જેની માહિતી શી ટીમ દ્વારા આપવામાં આવી હતી. જેતપુર નગર અને ગામડાઓ માં થતા અકસ્માત ને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેવા હેતુથી આ સરપંચ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.